ડોલવણની શિક્ષિકા અંકિતાબેન ગામીતને તાલુકાકક્ષાના ‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’થી સન્માનિત કરાયા

0
ડોલવણની શિક્ષિકા અંકિતાબેન ગામીતને તાલુકાકક્ષાના 'શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ'થી સન્માનિત કરાયા
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા.૫. :- શિક્ષક દિન તથા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ ૫મી સપ્ટેમ્બરના અવસરે તાપી જિલ્લાકક્ષાની શિક્ષક દિવસની ઉજવણી પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સૂઝબૂઝ, આવડત અને પ્રતિભાથી શાળાકક્ષાએ નવતર પ્રયોગો કરી, તાપી જિલ્લાને શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રાખવાની પ્રશંસનીય કામગીરી બદલ ડોલવણ તાલુકાની નવાઠી ફળિયા પાટી પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી અંકિતાબેન રમેશભાઈ ગામીતને તાલુકાકક્ષાના ‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે.

 

શ્રીમતી અંકિતાબેન ગામીત પ્રાથમિક શાળામાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની સાથે-સાથે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે સતત સક્રિય રહ્યા છે. તેઓ દર વર્ષે શાળાના બાળકોને સાયન્સ ફેરમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી માર્ગદર્શન પૂરું પાડે છે, જેના પરિણામે બાળકો તાલુકા કક્ષા સુધીની સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લે છે. આ ઉપરાંત, શૈક્ષણિક કાર્યોમાં સતત નવીનીકરણ લાવવાના ભાગરૂપે તેમણે રાજ્ય કક્ષાના ‘એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ’માં પણ સક્રિય સહભાગિતા નોંધાવી છે.

 

આ વિશેષ સન્માન મેળવ્યા બાદ પોતાના હર્ષોલ્લાસ વ્યક્ત કરતા શ્રીમતી અંકિતાબેન ગામીતે જણાવ્યું કે, મને શિક્ષક તરીકે કાર્ય કરવાનું જે સદભાગ્ય સાંપડ્યું છે, તે મારા માટે એક અમૂલ્ય અને મૂલ્યવાન ભેટ સમાન છે. હું બાળકોના સર્વાંગી વિકાસ માટે હમેશાં નિષ્ઠાપૂર્વક પ્રયત્નશીલ રહી છું, અને આ એવોર્ડ મળવાથી મને શિક્ષણ ક્ષેત્રે વધુ ઉત્સાહ અને ઊર્જા સાથે કાર્ય કરવાની પ્રેરણા મળશે.

 

નોંધનીય છે કે મહાનુભાવોના હસ્તે મળેલા આ પ્રોત્સાહનથી તાપી જિલ્લાના પ્રત્યેક શિક્ષકમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ‘એક પુસ્તક, એક પેન, એક બાળક અને એક શિક્ષક વિશ્વને બદલી શકે છે’, આ ઉક્તિ મુજબની તમામ ક્ષમતા તાપી જિલ્લાના શિક્ષકોમાં રહેલી છે. આ તમામ ક્ષમતા અને સમર્પણની ભાવના સાથે બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી તેમના ઉજ્જવળ ભિષ્યનું ઘડતર કરવા માટે મહાનુભાવોએ શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *