સુરત જિલ્લાનો કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો કાર્યક્રમ માંગરોળ ખાતે યોજાયો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : રાજ્ય સરકારની આદિજાતિ વિભાગ તરફથી ટ્રાયબલ સબ પ્લાન્ટ મારફતે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ, કૃષિ વૈવિધ્ય કરણ હેઠળ લાભાર્થી ખેડૂતોને જી.એન.એફ.સી. તરફથી ખાતર અને બિયારણ વિતરણ કરવાનો કાર્યક્રમ માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો, જેનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને આદિજાતિ વિભાગનાં મંત્રી ગણપતસિંહ વસાવાએ સેટલાઈટ નાં માધ્યમથી કરાવ્યો હતો,જિલ્લાના માંગરોળ,ઉમરપાડા, માંડવી, મહુવા, બારડોલીના ૭૨૦૫ આદિવાસી લાભાર્થીઓને મળ્યો છે, આ કાર્યક્રમ એકીસાથે માંગરોળ, ધરમપુર, દાહોદ, છોટાઉદેપુર ખાતે યોજાયો છે, માંગરોળ ખાતે સાંસદ પ્રભુદાસ વસાવા, એ.એમ. ભરાડા, નાયબ કલેક્ટર, જગદીશ ભાઈ ગામીત, દિનેશભાઇ પટેલ, ઉમેદભાઇ ચૌધરી સહિત અધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.