પ્રાથમિક શાળા કોબામાં હર્ષોલ્લાસભેર જન્માષ્ટમીની ઉજવણી

0
પ્રાથમિક શાળા કોબામાં હર્ષોલ્લાસભેર જન્માષ્ટમીની ઉજવણી
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૦૪. ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળા કોબામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની ઉત્સાહભેર અને આનંદમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકોમાં ઉત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય ધર્મેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને જન્માષ્ટમીનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ જન્માષ્ટમી શા માટે ઉજવવામાં આવે છે અને ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાંથી આપણને શું શીખવા મળે છે તે અંગે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન શાળાની બાળકી રચનાએ રાધાનું સુંદર પાત્ર ભજવી સૌનું મન મોહી લીધું હતું. બાળકોની સુંદર રજૂઆત અને ઉત્સાહથી સમગ્ર શાળા પરિસર કૃષ્ણમય બની ગયું હતું.
આ ઉજવણી દ્વારા બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને તહેવારો પ્રત્યે પ્રેમ તથા સમજણ કેળવાય તેવો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. આનંદ, ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાયેલી આ જન્માષ્ટમીની ઉજવણી બાળકો માટે યાદગાર બની રહી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *