તાપી જિલ્લામાં ૧૨મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

0
સમાધાન કરી વલણ અપનાવી કેશોના સુખે ઉકેલ માટે લોક અદાલત
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 01 :- ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગામી ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ શનિવારના રોજ પક્ષકારોને ઝડપી, સસ્તો, અને સૌહાર્દપૂર્ણ રીતે ન્યાય મળી રહે તેવા આશય સાથે તાપી જિલ્લામાં ‘રાષ્ટ્રીય લોક અદાલત’ યોજાશે.

 

આ લોક અદાલતમાં કોર્ટમાં લાંબા સમયથી પેન્ડિંગ રહેલા સમાધાનપાત્ર કેસો તેમજ પ્રી-લિટિગેશન કેસોનો બંને પક્ષકારોની પરસ્પર સંમતિથી સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે. લોક અદાલતમાં ચેક બાઉન્સ સંબંધિત કેસો (NI Act, Section 138), બેંક લોન અને નાણાકીય વસુલાતના વિવાદો, મોટર અકસ્માત વળતર દાવા, લગ્ન તથા કૌટુંબિક વિવાદો, ફોજદારી સમાધેય કેસો, વીજળી અને પાણીના બિલને લગતા પ્રશ્નો, શ્રમ તથા રોજગાર સંબંધિત વિવાદો, જમીન અને મિલકતને લગતા સમાધાનપાત્ર કેસો અને અન્ય સિવિલ અને પ્રી-લિટિગેશન સહિતના કેસો રજૂ કરી શકાશે.

 

લોક અદાલતમાં કેસોનું સમાધાન પક્ષકારોની પરસ્પર સંમતિ અને સહમતીના આદારે કરવામાં આવે છે. લોકઅદાલત દ્વારા કરવામાં આવેલ સમાધાનનો એવોર્ડ કાયદેસર રીતે આખરી ગણાય છે. જેના માધ્યમથી પક્ષકારોના નાણાં, સમય અને માનસિક તણાવ બચી શકે છે તેમજ લાંબી કોર્ડ કાર્યવાહીમાંથી રાહત મળી શકે છે.

 

તાપી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ શ્રી વાય.બી. ગામીત દ્વારા તાપી અને વ્યારાના તમામ નાગરિકોને આ રાષ્ટ્રીય લોક અદાલતનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. કેસ લોક અદાલતમાં મૂકવા અથવા વધુ માહિતી માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, તાપી-વ્યારાનો સંપર્ક સાધવા જણાવાયું છે.

0000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નસમાધાનહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *