કુકરમુંડા પોલીસની શી ટીમ દ્વારા સિનિયર સિટીઝનોની સાથે રક્ષાબંધન ઉજવાઈ
Contact News Publisher


(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૨૮. આજરોજ કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે શી ટીમ દ્વારા સિનિયર સિટીઝનોની મુલાકાત લેવામાં આવી હતી. રક્ષાબંધન પર્વની ખુશી તેમની સાથે વહેંચી મીઠાઈ અર્પણ કરવામાં આવી તથા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
શી ટીમ દ્વારા સિનિયર સિટીઝનોની જરૂરીયાતો અને મુશ્કેલીઓ અંગે વાતચીત કરી, કોઈપણ સમયે પોલીસની મદદની જરૂરિયાત હોય તો નિઃસંકોચ પોલીસનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
