તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અંગે સમીક્ષા બેઠક યોજાઈ

0
તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અંગે સમીક્ષા બેઠક યોજાઈ
Contact News Publisher

કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ વેચાણ કેન્દ્રો ઊભા કરવા અને વેચાણ એપ બનાવવા માર્ગદર્શન આપ્યું

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 27. :- તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વધુ વેગવાન બનાવવા તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય બજાર અને વેચાણની સુવિધા મળી રહે તે હેતુથી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીની અધ્યક્ષતામાં ગુરુવારે પ્રાકૃતિક ખેતી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

 

બેઠક દરમિયાન કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધુ વિસ્તૃત કરવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને વિવિધ રચનાત્મક સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે વિવિધ સ્થળોએ વેચાણ કેન્દ્રો ઉભા કરવા અંગે પણ જરૂરી આયોજન કરવા તેમણે સૂચના આપી હતી.

 

આ ઉપરાંત, પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોને વધુ વ્યાપક બજાર મળી રહે અને ગ્રાહકો સરળતાથી ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો ખરીદી શકે તે માટે પ્રાકૃતિક ખેતીના વેચાણ માટે વિશેષ એપનું નિર્માણ કરવા પણ કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું.

 

બેઠકમાં કલેક્ટરશ્રીએ તાપી જિલ્લામાં હાલમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યા, તેમના દ્વારા કરવામાં આવતી ખેતી, ઉત્પાદનો તેમજ જિલ્લામાં તૈયાર થયેલા મોડલ ફાર્મ અંગેની વિગતવાર માહિતી મેળવી હતી.

 

આ બેઠકમાં ‘આત્મા’ પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી અલ્કેશભાઈ પટેલ, ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરાસિયા, વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી.ડી. પંડ્યા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *