કેવિકે–તાપી અને આત્મા–તાપીના સંયુક્ત ઉપક્રમે કૃષિસખી/CRPs માટે પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમનો શુભારંભ

0
કેવિકે–તાપી અને આત્મા–તાપીના સંયુક્ત ઉપક્રમે કૃષિસખી/CRPs માટે પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમનો શુભારંભ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૭. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR), નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા (તાપી) દ્વારા તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી ૨૧ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર–તાપી, વ્યારા અને આત્મા–તાપીના સંયુક્ત ઉપક્રમે કૃષિમિત્રો તથા CRPs માટે “પ્રાકૃતિક ખેતી” વિષય ઉપર પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમના ઉદઘાટન સમારોહનું તા. ૧૭/૦૮/૨૦૨૬ ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

         કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત ડૉ. આર. એમ. નાયક, માન. કુલપતિશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં કૃષિસખી તથા CRPsને ખેડૂતો સાથે સીધો સંપર્ક રાખી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અંગે યોગ્ય માર્ગદર્શન આપવા પ્રેરિત કરવામાં આવ્યા હતા તથા તેમણે રાસાયણિક ખેતીથી થતાં નુક્સાનોને વિવિધ ઉદાહરણો અને અનુભવો થકી સમજાવી પ્રાકૃતિક ખેતીની હાલના સમયમાં થયેલી માંગ વિશે વિસ્તૃત સમજણ આપી હતી. વધુમાં માન. કુલપતિશ્રી, ડૉ. આર. એમ. નાયક દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન. કૃ. યુ., તાપી દ્વારા પ્રકાશિત થતાં ન્યૂઝ લેટરની સરાહના કરવામાં આવી હતી. ડૉ. નાયકે કેવિકે-તાપીના વિવિધ નિદર્શન એકમો અને કેવિકે-ફાર્મની મુલાકાત કરી હતી.

         કાર્યક્રમ દરમિયાન ડૉ. એચ. આર. શર્મા, માન. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા મુખ્ય મહેમાનશ્રી તરીકે પ્રાસંગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં તેમણે પ્રાકૃતિક ખેતીના મહત્વ તથા ખેડૂતો સુધી વૈજ્ઞાનિક અને ટકાઉ ખેતી પદ્ધતિઓ પહોંચાડવામાં કૃષિસખી/CRPs ની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

         કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. સી. ડી. પંડયા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારા (તાપી) દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોને આવકારી, કાર્યક્રમનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર–તાપી, ન. કૃ. યુ., વ્યારા દ્વારા પ્રકાશિત છ માસિક ન્યૂઝલેટર (જાન્યુઆરી-જૂન ૨૦૨૬) નું વિમોચન કરવામાં આવ્યું હતું.

         સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. અર્પિત જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) અને આભારવિધિ ડૉ. જે. બી. બુટાણી, વૈજ્ઞાનિક (પશુ વિજ્ઞાન) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારા (તાપી) દ્વારા કરવામાં આવી હતી.

○○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *