તાપીના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી નિર્માણનું નવું સરનામું : વ્યારા લાઈબ્રેરીનો આધુનિક સ્ટડી હોલ

0
તાપીના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી નિર્માણનું નવું સરનામું : વ્યારા લાઈબ્રેરીનો આધુનિક સ્ટડી હોલ
Contact News Publisher

નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ વ્યારાના વિદ્યાર્થીઓ માટે રૂ. ૩.૩૧ કરોડના ખર્ચે નવનિર્મિત લાઈબ્રેરીનુ ગાંધીનગર ખાતેથી ઇ-લોકાર્પણ કર્યુ

—  

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 12. – આજના સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણ અને કારકિર્દી ઘડતર માટે યોગ્ય વાતાવરણ તથા સંસાધનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ત્યારે ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ વર્ચ્યુઅલ માધ્યમથી તાપી જિલ્લાના વ્યારા ખાતે વિદ્યાર્થીઓની વાંચન અને અભ્યાસની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રૂ. ૩.૩૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આધુનિક લાઈબ્રેરી સ્ટડી હોલનું ઈ-લોકાર્પણ કર્યું હતું.

 

લાઈબ્રેરીની વિશેષતાની વાત કરીએ તો, ગ્રાઉન્ડ પ્લસ ફર્સ્ટ ફ્લોર ના સુસજ્જ માળખામાં તૈયાર કરવામાં આવેલા આ આધુનિક સ્ટડી હોલમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે અલગ તેમજ અનુકૂળ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ હોલમાં ૧૧૯ કુમારો અને ૧૦૬ કન્યાઓ મળીને કુલ ૨૨૫ વિદ્યાર્થીઓ એકસાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં અભ્યાસ કરી શકશે.

 

GPSC, UPSC, બેંકિંગ તેમજ અન્ય સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા સ્થાનિક યુવાનો માટે આ નવનિર્મિત સ્ટડી હોલ સાચા અર્થમાં બહુમૂલ્ય સાબિત થશે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓને ઘરે યોગ્ય અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ મળતું નથી, તેમને અહીં તમામ આધુનિક સગવડો સાથેનું ઉત્કૃષ્ટ શૈક્ષણિક સુવિધા અને વાતાવરણ મળી રહેશે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *