તાપી જિલ્લાના વ્યારા મથકે 13મી ઓગસ્ટે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં વિવિધ વિભાગોને જવાબદારીઓ સોંપાઈ
—
શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસીસ-એનએસસએસ, યુવાનો, વડીલો, મહિલાઓ સહિત સૌને તિરંગા યાત્રામાં સહભાગી થવા કલેક્ટરશ્રી દેવ ચૌધરીનો અનુરોધ
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૮. – તાપી જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ભવ્ય ઉજવણીની પૂર્વતૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે શુક્રવારે બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ દેશની આઝાદી માટે સમર્પિત નામી-અનામી મહાપુરુષો અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે જિલ્લાના યુવાનો, બાળકો, મહિલાઓ, વડીલો, જનપ્રતિનિધિઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત તમામ નાગરિકોને આ અભિયાનમાં સ્વયંભૂ જોડાવા અનુરોધ કર્યો હતો.
બેઠકમાં તિરંગા યાત્રાના સુવ્યવસ્થિત આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ યાત્રાના માર્ગો પર સ્વચ્છતા, રોડ-રસ્તાનું સુશોભન અને અન્ય તમામ આનુશાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી હતી.
આગામી તા. ૧૩ ઓગસ્ટના રોજ સવારે ૧૧:૦૦ કલાકે અંદાજે ૨ કિલોમીટર લંબાઈ ધરાવતી આ ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ ઉનાઈ નાકા ખાતેથી થશે. આ યાત્રા નિર્ધારિત રૂટ મુજબ અંબાજી મંદિર, જૂના બસ સ્ટેન્ડ અને સયાજી ગ્રાઉન્ડ થઈને પુનઃ ઉનાઈ નાકા ખાતે આવીને સમાપ્ત થશે.
તા. 13 ઓગસ્ટના રોજ બપોરે 11:00 કલાકે 2 કિમી જેટલી ભવ્ય આ તિરંગા યાત્રાનો પ્રારંભ ઉનાઈ નાકાથી થશે., નિર્ધારિત રૂટો પર આયોજિત આ તિરંગા યાત્રા અંબાજી મંદીર, જુના બસ સ્ટેન્ડ, સયાજી ગ્રાઉન્ડ થઈ પુન: ઉનાઈ નાકાએ સમાપ્ત થશે.
આ ભવ્ય તિરંગા યાત્રામાં જિલ્લાની વિવિધ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, પોલીસ અધિકારીઓ અને જવાનો, એન.એસ.એસ. તથા એન.સી.સી. ના કેડેટ્સ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્થાનિક એનજીઓ તેમજ બહોળી સંખ્યામાં આમ નાગરિકો ઉત્સાહભેર જોડાશે.
બેઠકમાં આગામી કાર્યક્રમોનું સુવ્યવસ્થિત, શિસ્તબદ્ધ અને સફળ આયોજન થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
આ આયોજન બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશકુમાર મૌર્ય, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
