પરીવારથી વિખુટા પડેલ કિશોરને તેના પરીવાર સાથે સુખદ મિલન કરાવતી નિઝર પોલીસ

0
પરીવારથી વિખુટા પડેલ કિશોરને તેના પરીવાર સાથે સુખદ મિલન કરાવતી નિઝર પોલીસ
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૦૪. પોલીસ અધિક્ષકશ્રી જે.એન. દેસાઈ તાપી તથા શ્રી આઈ.એન. પરમાર નાયબ પોલીસ અધિક્ષકશ્રી નિઝર વિભાગ, નિઝરએ જિલ્લામાં ગુમ થયેલ બાળકો તથા ઇસમોને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને

 

રોહનકુમાર (નામ બદલ્યું છે) ઉ.વ.૧૭ ધોરણ — ૧૨ માં હાઇસ્કૂલ નિઝરમાં અભ્યાસ કરે છે જેમને તેમના પિતાજીએ અભ્યાસ બાબતે ઠપકો આપતા રોહનકુ(નામ બદલ્યું છે) ને ખોટુ લાગી જતા તેઓ ઘરે કોઈને કહ્યા વગર જતો રહેલ હતો. જે બાબતની જાણ નિઝર પોલીસ સ્ટેશન ખાતે થતા પો.ઈ. સુ.શ્રી એમ.ડી. વિઠ્ઠલપરાએ આ બાળકને તાત્કાલીક શોધી કાઢવા સુચના આપી હતી. જે સુચના આધારે પો.સ.ઈ. શ્રી બી.આર. બથવાર સાયબર ક્રાઈમ પો.સ્ટે. તાપી- વ્યારા તથા પો.સ.ઈ. શ્રી એમ.આઈ. વસાવા તથા પો.કો. સંતવાનભાઈ ગોમાભાઈ નિઝર પો.સ્ટે.એ ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમનસોર્સ આધારે કિમ ચોકડી (સુરત) થી કિશોરને શોધી કાઢી નિઝર પોલીસ સ્ટેશન ખાતે લાવી કાઉન્સલીંગ કરી આ કિશોરને સમજાવી તેના પિતાજીને સોંપી સુખદ મિલન કરાવી પોલીસ પ્રજાનો સાચો સેવક કહેવતને સાર્થક કરેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઈ. શ્રી એમ.ડી. વિઠ્ઠલપરાની સુચના આધારે પો.સ.ઈ. શ્રી બી.આર. બથવાર સાયબર ક્રાઈમ પો.સ્ટે. તાપી – વ્યારા તથા પો.સ.ઈ. શ્રી એમ.આઈ. વસાવા તથા પો.કો. સંતવાનભાઈ ગોમાભાઈ તથા પો.કો. સંદિપભાઈ ગાછાભાઈએ કામગીરી કરેલ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *