બેંક ઓફ બરોડા દ્વારા ભટગામ પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૪. દેશ વિદેશની સાર્વજનિક ક્ષેત્રની અગ્રણી બેંકો પૈકીની એક એવી ઓલપાડ તાલુકાનાં ભટગામ ગામ સ્થિત બેંક ઓફ બરોડા દ્વારા સેવાકીય ભાવનાથી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને તેની સ્થાપનાનાં ૧૧૮ માં વર્ષની ઉજવણીનાં ભાગરૂપે શૈક્ષણિક કીટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
બ્રાન્ચ મેનેજર મનીષ શાંડિલ્ય સહિત બેંક સ્ટાફગણનાં અરુણ કુમાર, હરિવદન પટેલ, રવિ પટેલ તથા ચંદ્રેશ કંથારીયાએ શાળામાં ઉપસ્થિત રહીને બાળકોને પોતાનાં વરદ હસ્તે શૈક્ષણિક કીટ વિતરણ કરી હતી. આ પ્રસંગે બ્રાન્ચ મેનેજર મનીષ શાંડિલ્યએ જણાવ્યું હતું કે બેંક ઓફ બરોડા વિશ્વસનીયતા અને પ્રગતિનાં પ્રતિકરૂપે કામ કરી રહી છે. તે ગ્રાહક કેન્દ્રિત બેન્કિંગ પ્રથાઓને ઉજાગર કરી રહી છે. આ તકે શાળાનાં ઉપશિક્ષિકા નિમિષા પટેલે
બાળકો સમક્ષ બેંક વિશે સંક્ષિપ્ત માહિતી રજૂ કરી હતી. અંતમાં ઉપશિક્ષિકા જીનલ પટેલે બેંકનો સમગ્ર શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
