વિશ્વ હિન્દુ પરિષદ તાપી જિલ્લાના અધ્યક્ષ તરીકે ગતાડીના રાકેશભાઈ ગામીતની વરણી કરાઈ
વ્યારા નગર અને અન્ય તાલુકાના કાર્યકરોએ અભિનંદન અને શુભેચ્છા આપી સન્માનિત કર્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ તાપી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે ગતાડી ગામના રહેવાસી રાકેશભાઈ ગામીતની નિમણૂક કરવામાં આવી આ પ્રસંગે વ્યારા નગરના પ્રતિષ્ઠીત વકીલ કુલીનભાઈ સાથે નગર અને તાલુકાના કાર્યકરોએ ખેસ પહેરાવી પુષ્પગુચ્છ આપી તેમનું સન્માન કર્યું.
તાપી જિલ્લો એટલે બહુલ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો આ જિલ્લામાં વસતા આદિવાસીઓ પ્રકૃતિ પૂજક છે તેઓ વૃક્ષો નદીઓ ગોવાળદેવ નાગદેવ વગેરેની પૂજા કરતા હોય છે આ પ્રકૃતિ પુજક સમાજ ને તેમનો ધર્મ સાચવવામાં ઘણીવાર અગવડો પણ પડતી હોય છે, તેવા સમયે જિલ્લા અને તાલુકામાં ધાર્મિક સોહાર્દ સાથે, હળી મળીને ધર્મનું કાર્ય થતું રહે અને આદિવાસી સંસ્કૃતિ સચવાય તે માટે આજરોજ તાપી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે રાકેશભાઈ ગામીતની નિમણૂક કરવામાં આવી તેઓ પાછલા લાંબા સમયથી ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે તથા આદિવાસી સમાજના વિકાસ માટે નિઝર થી વ્યારા સુધી લોક સંપર્ક કરતા રહ્યા છે. આધુનિક અને ઓર્ગેનિક ખેતી વિશે પણ તેઓ ઊંડું જ્ઞાન ધરાવે છે તેથી ધર્મ અને સમાજ સાથે વ્યક્તિ ના ઉત્થાનમાં તેઓ એક મોટી ભૂમિકા ભજવશે એવી આશા સાથે તેમને જવાબદારી આપવામાં આવી છે.