સખી વન સ્ટોપ સેન્ટર તાપી વ્યારાની ટીમે યુવતીનું પરિવાર સાથે પુનઃ સ્થાપન કરાવ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૭. :- તાપી જિલ્લાના’સખી વન સ્ટોપ સેન્ટર’ની ટીમે સંવેદનશીલતાનું એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે 6 દિવસ બાદ પોતાના દિકરી ને સહીસલામત પાછા મેળવીને માતા પિતા ભાવુક થઈ ગયા હતા અને વહીવટી તંત્રની આ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
– ***મહારાષ્ટ્ર ના નંદુરબાર જિલ્લા ની યુવતી એ પ્રેમી ને પામવા પુના ખાતે અભ્યાસ કરવા માટે ગયેલા ત્યાંથી પ્રેમી યુવક નો સંપર્ક ના થતા ઉરછલ તાલુકાના એક ગામ માં પ્રેમી ના ઘરે પહોંચી ત્યાં તેમની બીજી પ્રેમિકા દોઢ વર્ષ ની દીકરી સાથે હોવાની ખબર માનસિક રીતે ભાંગી પડતા તેઓ માતા પિતા પાસે પણ જવા માંગતા ન હતા અને પ્રેમી યુવક એ પણ સ્વીકારવા ની ના પાડતા તેમને 181 ની ટીમ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર તાપી ખાતે આશ્રય માટે લાવવામા આવેલ.,… તેમના 6 દિવસ સુધી આશ્રય માં રાખ્યા બાદ કાઉન્સેલિંગ કરી સેન્ટર ના કેન્દ્ર સંચાલક મધુબેન પરમાર અને સ્ટાફ ના કર્મચારીઓ ના પ્રેમ અને હૂંફ આપી રડતા રડતાં આવેલ યુવતી ને હસતા હસતાં તેમના માતા પિતા સાથે પુનઃ સ્થાપન કરવામાં આવ્યું.
ભારત સરકાર પુરસ્કૃત આ સમગ્ર સફળ કામગીરી તાપી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી. જેમાં સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક શ્રી મધુબેન પરમાર અને સ્ટાફ દ્વારા નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવેલી આ કામગીરી પ્રશંસનીય રહી છે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
