તાપી જિલ્લાની આંગણવાડીઓના ભૂલકાઓ રમત-ગમત સાથે મેળવી રહ્યા છે જ્ઞાન

0
તાપી જિલ્લાની આંગણવાડીઓના ભૂલકાઓ રમત-ગમત સાથે મેળવી રહ્યા છે જ્ઞાન
Contact News Publisher

સોનગઢ ખાતે બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું સુંદર આયોજન

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) તા. ૧૭. :- તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલી આંગણવાડીમાં બાળપણથી જ બાળકોમાં શારીરિક અને માનસિક ક્ષમતાઓનો વિકાસ થાય માટે નવીનતમ અને રસપ્રદ શૈક્ષણિક પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. જેના ભાગરૂપે આંગણવાડીના ખુલ્લા મેદાનમાં બાળકોને શારીરિક તંદુરસ્તી અને એકાગ્રતા વધારવા માટે હળવી કસરતો તેમજ યોગાભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. ઉપરાંત, વર્ગખંડમાં બાળકોને ગણિત અને ભૂમિતિનો પાયાનો ખ્યાલ સરળતાથી સમજાય તે માટે રંગબેરંગી પથ્થરોની મદદથી ત્રિકોણ, ચોરસ, ગોળ, લંબચોરસ અને તારા જેવા વિવિધ આકારો બનાવવાની અને ઓળખવાની મનોરંજક પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.

 

તેમજ પ્રકૃતિ અને પર્યાવરણના શિક્ષણના ભાગરૂપે, ફ્લોર પર ચોક અને વાસ્તવિક પાંદડાઓની મદદથી એક સુંદર વૃક્ષની આકૃતિ બનાવીને બાળકોને મૂળ, થડ અને પર્ણ જેવા વૃક્ષના વિવિધ ભાગો વિશે ખૂબ જ રસપ્રદ રીતે પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવ્યું હતું. આ તમામ પ્રવૃત્તિઓમાં આંગણવાડીના બાળકોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *