ઉકાઈનાં ચચરબુંદાનું ચારભુજા વિસ્ફોટક/ એકસપ્લોઝીવ ગોડાઉન સીલ મારવામાં આવ્યું

0
ઉકાઈનાં ચચરબુંદાનું ચારભુજા વિસ્ફોટક/ એકસપ્લોઝીવ ગોડાઉન સીલ મારવામાં આવ્યું
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૬.  આજે તા.૧૬/૦૭/૨૦૨૬ના રોજ તાપી કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દેવ ચૌધરીની સૂચના અનુસાર તથા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને નાયબ કલેકટરશ્રી ડૉ. એસ.જે. ગાયકવાડ, વ્યારાના માર્ગદર્શન હેઠળ મામલતદાર અને એકઝિકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી એચ.વી. દુધાત, ઉકાઇ દ્વારા ગુણસદા (ચચરબુંદા) તા.ઉકાઇ, જિ.તાપી ખાતે આવેલ ખાતા નં.૨૩૭, સ.નં.૩૬૯ વાળી જમીનના ખેડૂત ખાતેદારશ્રીની જમીનમાં બાંધવામાં આવેલ ચારભુજા વિસ્ફોટક/એકસપ્લોઝીવ ગોડાઉનની આકસ્મિક તપાસણી કરતાં સ્થળ પર જરૂરી ફાયર સેફટીના કોઇપણ પ્રકારના સાધનો નિતિનિયમો મુજબ ઉપલબ્ધ ન હતા તથા ૨૪×૭ તાલીમ બઘ્ધ સિકયુરીટી ગાર્ડ ઉપલબ્ધ ન હતા, સેફટીવોલ બનાવવામાં આવેલ ન હતી, ચેતવણીના ચિહ્નો પ્રદર્શિત કરેલ ન હતા અને ગોડાઉનની આસપાસ સુકા ઘાસ, બળતણનાં લાકડા વિગેરે માલુમ પડેલ હતા. આમ, ઉકત મુજબની ક્ષતિઓ જણાતાં આકસ્મિક સંજોગોમાં ગંભીર દુર્ઘટના સમયે મોટી જાનહાનિ થવાની શકયતાઓ રહેલ હોવાથી મામલતદાર અને એકઝિકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી, ઉકાઇ અને ટીમ દ્વારા ચારભુજા વિસ્ફોટક/એકસપ્લોઝીવ ગોડાઉન સીલ મારવામાં આવેલ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *