વાલોડના દોડકીયા ગામે નદીમાં તણાયેલા બે મૃતકોના પરિવારોને ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાના હસ્તે રૂ. ૮ લાખના સહાય ચેક અર્પણ કરાયા

0
વાલોડના દોડકીયા ગામે નદીમાં તણાયેલા બે મૃતકોના પરિવારોને ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાના હસ્તે રૂ. ૮ લાખના સહાય ચેક અર્પણ કરાયા
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૯. :- તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દોડકીયા ફળિયું નદીમાં તણાઈ જવાથી અકાળે અવસાન પામેલા સ્વ. નીતેશભાઈ દિલીપભાઈ ચૌધરી અને સ્વ. કમલેશભાઈ ખંડુભાઈ ચૌધરીના પરિવારજનોની સ્થાનિક ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાએ રૂબરૂ મુલાકાત લીધી હતી.

 

ધારાસભ્યશ્રીએ શોકાતુર પરિવારોને મળીને સાંત્વના પાઠવી હતી અને સરકારશ્રી તરફથી મળવાપાત્ર સહાય પેટે કુલ રૂ. ૮ લાખ (પ્રત્યેક પરિવારને રૂ. ૪ લાખ) ની આર્થિક સહાયના ચેક એનાયત કર્યા હતા.

 

આ દુઃખદ પ્રસંગે ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાએ ઊંડી સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ મુશ્કેલ સમયમાં સરકાર અને વહીવટી તંત્ર પીડિત પરિવારોની પડખે ઊભું છે. તેમણે દિવંગત આત્માઓની પ્રભુ શાંતિ અર્પે અને ઈશ્વર આ પરિવારો પર આવી પડેલા અણધાર્યા આઘાતને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરી હતી.

 

વધુમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધિરેનભાઈ ગામીત, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યોએ પણ પરિવારોને શોકાતુર પરિવારોને મળીને સાંત્વના પાઠવી હતી

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other