તાપી જીલ્લામાં 7મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરી શરૂ કરાશે 

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા: તા: ૨૫: તાપી કલેક્ટર અને અધ્યક્ષ, જિલ્લા સંકલન સમિતિ 7મી આર્થિક ગણતરી, વ્યારા-તાપી તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, કોવિડ-19ની વૈશ્વિક મહામારી અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગો દ્વારા સમયાંતરે જારી કરવામાં આવેલ જરૂરી સૂચનાઓ, માર્ગદર્શિકાઓને આધીન, 7મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરી પૂર્વવત શરૂ કરવાની થાય છે.

કોવિડ-19ના સંક્રમણ સમય દરમિયાન કરવામાં આવતી કામગીરી સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જારી કરેલ એસ.ઓ.પી. નો ચુસ્તપણે અમલ કરવા સાથે, સરકારશ્રી દ્વારા જાહેર કરેલ સંક્રમિત વિસ્તારો સિવાયના વિસ્તારોમાં, 7મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરી સરકારશ્રીના દિશાનિર્દેશ મુજબ જ થાય તે સુનિશ્ચિત કરવાની સૂચના પણ સંબંધિતોને આપવામાં આવી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other