વર્લ્ડ ઝૂનોસિસ ડે નિમિત્તે સેન્ટર ઑફ એક્સેલેન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય વેબિનારનું આયોજન

0
વર્લ્ડ ઝૂનોસિસ ડે નિમિત્તે સેન્ટર ઑફ એક્સેલેન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય વેબિનારનું આયોજન
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વર્લ્ડ ઝૂનોસિસ ડેની ઉજવણીના ભાગરૂપે સેન્ટર ઑફ એક્સેલેન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા “જળચર જીવો દ્વારા મનુષ્યોમાં ફેલાતા રોગો અને તેના નિવારણ અંગે જાગૃતિ” વિષય પર રાષ્ટ્રીય વેબિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

વેબિનારનો મુખ્ય હેતુ જળચર જીવોમાંથી મનુષ્યોમાં ફેલાતા વિવિધ ઝૂનોટિક રોગો, તેના કારણો, લક્ષણો તેમજ અસરકારક નિવારણ અંગે વૈજ્ઞાનિક માહિતી પહોંચાડવાની સાથે જનજાગૃતિ ફેલાવવાનો હતો. આ વેબિનારમાં રાજ્ય તેમજ દેશના વિવિધ ભાગોમાંથી અંદાજે ૯૦ જેટલા તાલીમાર્થીઓ, વિદ્યાર્થીઓ અને પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

વેબિનારમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. કિરણ મોદી (સંશોધન સહાયક)એ વિષયને અનુરૂપ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઝૂનોટિક રોગોથી બચવા માટે સ્વચ્છતા, સુરક્ષિત ખોરાક, યોગ્ય વ્યવસ્થાપન તથા જરૂરી સાવચેતીના પગલાં અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. ઉપસ્થિત પ્રતિભાગીઓએ પણ વેબિનાર દરમિયાન પોતાના પ્રશ્નોના સંતોષકારક જવાબો મેળવી કાર્યક્રમને જ્ઞાનવર્ધક ગણાવ્યો હતો.

કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. ક્રીના પટેલ અને ડૉ. ભરત કંડોરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. વેબિનારના સફળ આયોજનમાં ટેક્નિકલ સપોર્ટ ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેમાં ડૉ. રાજેશ વસાવા, સાગર ઢીમ્મર, સંજના કાર્તુ, ડૉ. દિગ્નતિબેન ટંડેલ, ઋષિરાજસિંહ રાણા, કિશન સાકરીયા તેમજ સેન્ટર ઑફ એક્સેલેન્સ ઇન એક્વાકલ્ચર, ઉકાઈ કેન્દ્રના અન્ય સ્ટાફ સભ્યોએ સંપૂર્ણ સહયોગ અને ટેક્નિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો. તેમના સંયુક્ત પ્રયત્નોના પરિણામે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સેન્ટર ઑફ એક્સેલેન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટીના યુનિટ હેડ ડૉ. એચ. જી. સોલંકી તથા કેન્દ્રના હેડ ડૉ. એસ. આર. લેન્ડેના માર્ગદર્શન અને સહયોગથી કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે યુનિટ હેડ ડૉ. એચ. જી. સોલંકીએ સમગ્ર કાર્યક્રમની પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે મુખ્ય વક્તા, સંચાલકો, ટેક્નિકલ ટીમ તથા તમામ સહભાગીઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવા જ્ઞાનવર્ધક અને સમાજોપયોગી કાર્યક્રમોનું વધુ વ્યાપક આયોજન કરવામાં આવે. સાથે જ તેમણે આવા કાર્યક્રમોને વધુ અસરકારક અને સફળ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો પણ આપ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *