તાપી જિલ્લાના ફરતા પશુ દવાખાના દ્વારા આંચળના સોજા (મસ્ટાઇટીસ) અંગે ગામે ગામ માર્ગદર્શન અપાયું

0
તાપી જિલ્લાના ફરતા પશુ દવાખાના દ્વારા આંચળના સોજા (મસ્ટાઇટીસ) અંગે ગામે ગામ માર્ગદર્શન
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૩. તાપી જીલ્લામાં ફરતા પશુ દવાખાના દ્વારા પશુ પાલકોને પશુ ઓમાં જોવા મળતો આંચળનો સોજા અંગે તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે. આંચળ નો સોજા (મસ્ટાઇટીસ) એ ગાય અને ભેંસ જેવા દૂધાળા પશુઓના આંચળમાં થતો ચેપી રોગ છે. જેના કારણે દૂધ ઉત્પાદન માં ઘટાડો જોવા મળે છે.

 

આંચળના સોજા (મસ્ટાઇટીસ) ના કારણે આંચળમાં સોજો ,ગરમાવો, દુખાવો દૂધમાં ગાંઠો પડવી, દૂધનો રંગ બદલાઈ જવો, દૂધ માં લોહી દેખાવું જેવા લક્ષણો જોવા મળે છે.તાપી જિલ્લા ના ફરતા પશુ દવાખાના દ્વારા આંચળનો સોજા (મસ્ટાઇટીસ) અંગે જાગૃતિ અભિયાન ચલાવામાં આવ્યું હતું.જેમાં પશુ પાલકોને આંચળ નો સોજા (મસ્ટાઇટીસ) માટે સાવચેતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *