ઉમરપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા TET પરીક્ષા વિરોધમાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવાને આવેદનપત્ર

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૨૬ ઉમરપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં આગેવાનો દ્વારા આજરોજ માનનીય ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાને રૂબરૂ મળી TET (Teacher Eligibility Test) પરીક્ષાનાં વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉમરપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે રજૂઆત કરી કે હાલમાં કાર્યરત અને લાંબા સમયથી શિક્ષણકાર્યમાં જોડાયેલા પ્રાથમિક શિક્ષકો માટે TET પરીક્ષા ફરજિયાત બનાવવી અન્યાયકર્તા છે. સંઘે માંગણી કરી કે જૂના શિક્ષકોને TET માંથી મુક્તિ આપવામાં આવે, TET નાં નામે શિક્ષકોની નોકરીની સલામતી સામે પ્રશ્નાર્થ ઊભો ન થાય તથા શિક્ષકોનાં હિતમાં સરકાર હકારાત્મક નિર્ણય લે.
આ પ્રસંગે ઉમરપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બિપીન વસાવા, મહામંત્રી મેહુલ વસાવા સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શિક્ષક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ શિક્ષક સંઘની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી અને પ્રશ્નનાં યોગ્ય નિરાકરણ માટે સરકાર કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
