ઉમરપાડા તાલુકાનાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી : સેમ્પલ લીધા વીનાં મહિલાનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો : ગ્રામજનોએ હોબાળો મચાવ્યો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ઉમરપાડા તાલુકાનાં ઝારાવાડી ગામે રહેતી એક મહિલાનો સેમ્પલ લીધા વિનાજ કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં, ઉમરપાડા તાલુકાનાં ડોગરીપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ગંભીર બેદકારી સામે આવી છે.
મેડીકલ ટીમ ૧૦૮ ને લઈને, આ મહિલાને લેવા એનાં ઘરે પોહચતાં, ગ્રામજનો અને મહિલાનાં પરિવારજનો એકત્ર થઈ જઈ હોબાળો મચાવી, મેડીકલ ટીમ અને ૧૦૮ ને પરત રવાના કરી હતી, થોડા દિવસો અગાઉ ઉમરપાડાનાં આશા બહેનો દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા,તે દિવસે આ મહિલા પોતાનાં ઘરે ન હતી, તથા એણે સેમ્પલ આપ્યું નથી, જો કે આ પ્રશ્ને ઉમરપાડાનાં આરોગ્ય અધિકારી શ્રી વાઘ નું કહેવું છે કે ડોગરીપાડા આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઑફિસર નવીન જૈન કહે છે કે કર્મચારીઓ એ સેમ્પલ લીધા છે,આ દિવસે ઓ.પી.ડી.માં દર્દી વધુ હતા ,હવે આ પોઝીટીવ રીપોર્ટ કોનો આવ્યો છે એ એક તપાસનો વિષય બન્યો છે.