તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરીની ઉપસ્થિતિમાં સાતકાશી ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો

0
તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરીની ઉપસ્થિતિમાં સાતકાશી ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 23. :- શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત તાપી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં સોનગઢ તાલુકાની પ્રાથમિક શાળા, સાતકાશી અને સરકારી માધ્યમિક શાળા, સાતકાશીની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. તેમણે શાળાના આંગણે પ્રથમ વખત પગ મૂકતા ભૂલકાંઓનું કુમકુમ તિલક કરી, શૈક્ષણિક કીટ અને રમકડાં આપીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

 

આ પ્રવેશોત્સવ દરમિયાન સાતકાશી પ્રાથમિક શાળાની આંગણવાડીમાં ૫ બાળકો, બાલવાટિકામાં ૧૧ બાળકો તેમજ સરકારી માધ્યમિક શાળા સાતકાશીમાં ધોરણ-૯ ના કુલ ૧૫ વિદ્યાર્થીઓને ઉત્સાહભેર શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પ્રવેશ અપાવવામાં આવ્યો હતો.

 

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ શાળા પરિસરની મુલાકાત લઈ પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર લેબ અને સ્વચ્છતાની સ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના સભ્યો અને ગ્રામજનો સાથે બેઠક યોજીને દીકરીઓના શિક્ષણ (કન્યા કેળવણી) પર વિશેષ ભાર મૂક્યો હતો અને વાલીઓને પોતાના બાળકોની નિયમિત હાજરી બાબતે સજાગ રહેવા ખાસ અપીલ કરી હતી.

 

આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સ્થાનિક લોકપ્રતિનિધિઓ, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *