સુરત જિલ્લાના મહુવા-અનાવલ રાજ્ય ધોરીમાર્ગ ઉપર મહુવા ખાતે પુર્ણા નદી ઉપરના જુના અને સાંકડા પુલ પર વાહનોની અવરજવર પર કાયમી પ્રતિબંધ

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

 

ઈ. જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી હિતેશ કોયા દ્વારા બહાર પડાયું જાહેરનામુ: 

 

વિકલ્પરૂપે આ પુલની નજીકમાં મહુવા-અનાવલ બાયપાસ રોડ ઉપર નવા પુલ ઉપરથી વાહનો પસાર થઇ શકશે

 

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  સુરત જિલ્લાના ઈ. જિલ્લા મેજિસ્ટ્રેટ હિતેશ કોયાએ એક જાહેરનામુ બહાર પાડી સુરત જિલ્લાના મહુવા-અનાવલ રાજ્ય ધોરીમાર્ગ ઉપર મહુવા ખાતે પુર્ણા નદી ઉપરના જુના અને સાંકડા પુલ પર વાહનોની અવરજવર પર કાયમી પ્રતિબંધ મૂક્યો છે.

આ પુલની સાંકડી પહોળાઈને કારણે વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી . સામ-સામે બે વાહનો ક્રોસ થતા હોય તેવી સ્થિતિમાં વાહનચાલકોને ખુબ મુશ્કેલી પડતી હતી , પુલની નજીક મહુવા બાયપાસ રોડ ઉપર નવા પુલ ઉપર હાલ વાહનવ્યવહારની અવરજવર થાય છે. વાહનોને મહુવા ટાઉનમાં અવરજવર માટે ફકત ૮૦૦ મીટર જેટલા અંતરનો ચકરાવો થાય તેમ છે. આમ મહુવા-અનાવલ રસ્તા ઉપર મહુવા મુકામે પુર્ણા નદી ઉપર જુના અને સાંકડા પુલ ઉપરથી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો છે. જનતાની સલામતી જળવાય રહે તે માટે વાહનો માટે ટ્રાફિક ડાયવર્ઝન આપવું જરૂરી હોવાથી ઈ. જિલ્લા મેજિસ્ટ્રેટ હિતેશ કોયા દ્વારા મહુવા-અનાવલ રાજ્ય ધોરીમાર્ગનાં જુના પુલ પર વાહનોની અવરજવર પર કાયમી ધોરણે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.  હુકમનો ભંગ કરનાર વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

-૦૦-

નઝીર પાંડોર – માંગરોળ

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other