વાસકુઈ બાલદા ગામેથી ખેરના લાકડાનો જથ્થો ઝડપાયો

ફરાર આરોપી સાગરની ધરપકડ કરાઈ જ્યારે મજીદ ફરાર થઈ ગયો હતો
(પ્રતિનિધિ દ્વારા, માંડવી): માંડવી દક્ષિણ રેન્જના આવતા વિસ્તારમાંથી થોડા સમય અગાઉ વાસકુઈ ગામ ના રહેવાસી સાગર ભાઈ ચૌધરી ખેરના લાકડા કાપી લાવવા બાબતે તપાસ કરતા તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા જેની તપાસ કરતા તેઓ આજરોજ પોતાના જ ઘરમાંથી મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી દક્ષિણ રેન્જના આર.એફ.ઓ ઉપેન્દ્રસિંહ રાઉલજી તેમજ ઉત્તર રેન્જના આર.એફ.ઓ કમલેશભાઈ ચૌધરીની સમગ્ર ટીમ દ્વારા વાસકૂઇ ગામના સાગર ભાઈ જેસીંગભાઇ ચૌધરી ને આજરોજ તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી જે અગાઉ તારીખ 25 મી જાન્યુઆરી થી ફરાર થઈ ગયા હતા. મળેલી માહિતીના આધારે તેમના ઘરે તપાસ કરતા સાગર ભાઈ ચૌધરી ના ઘરેથી ધરપકડ કરી તેમની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે ખેરના લાકડાનો મુદ્દામાલ વ્યારા તાલુકાના કણજા ગામે રહેતા ખેડૂતના ખેતરમાંથી કાપી લાવ્યા હત, આ ખેરના લાકડાનો જથ્થો વ્યારામાં રહેતા મજીદ ભાઈ આપેલ હતો ત્યારબાદ માંડવી દક્ષિણ રેંજ અને ઉત્તર રેન્જના આર.એફ.ઓ પોતાના સ્ટાફ સાથે માંડવી થી વ્યારા મુકામે ગયા હતા જ્યાં વ્યારા- ચીખલીમાં રહેતા મજીદ ભાઈના ઘર તથા દુકાનમાં તપાસ કરતા તેઓ મળ્યા ન હતા ત્યારબાદ તેમના પરિવારના સભ્યોને સદર ગુનાની વિગતો જણાવી હતી અને કહ્યું હતું કે મજીદ ભાઈને માંડવી રેંજ કચેરીએ હાજર થવા જણાવ્યું હતું પરંતુ તેઓ હાજર થયા ન હતા ત્યારબાદ વાસકુઈ બાલદા ગામની સીમમાં વધુ તપાસ કરતા ખેરના નંગ 68 જે 2.379 ઘનમીટર થાય જેની કિંમત 59,475 થવા પામેલ છે મુદ્દામાલ પકડીને ખેડપુર ડેપો ખાતે જમા કરાવેલ છે.
આ કામગીરી આર.એફ.ઓ ઉપેન્દ્રસિંહ રાઉલજી , કમલેશભાઈ ચૌધરી , પીપલવાડા ફોરેસ્ટર પ્રકાશ દેસાઈ , સ્નેહલ ચૌધરી , બીટગાર્ડ કપિલ ચૌધરી , જયેશ રબારી દ્વારા હાથ ધરાઈ હતી.