રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગમીત તા. 20 અને 21 જૂને તાપી જિલ્લાના પ્રવાસે

0
રાજ્યમંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામીત
Contact News Publisher

Jayરાજ્યમંત્રી (માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.19. રાજ્યના રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગમીત તા. 20 અને 21 જૂન, 2026 દરમિયાન તાપી જિલ્લાના પ્રવાસે આવશે.

 

પ્રાપ્ત કાર્યક્રમ અનુસાર તા. 20 જૂન, શનિવારે બપોરે 2:30 કલાકે વ્યારાના શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ, વ્યારા ખાતે યોજાનાર “પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા”માં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ રાત્રિ રોકાણ માટે સાંકરદા પરત ફરશે.

 

તા. 21 જૂન, રવિવારે સવારે 5:15 કલાકે સાકરદાથી વ્યારા જવા રવાના થશે. સવારે 6:00 કલાકે દક્ષિણાપથ વિદ્યાલય, વ્યારા ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026”ની ઉજવણીમાં ભાગ લેશે.

ooooo

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *