પતિના માનસિક ત્રાસથી પરેશાન પત્નીએ અભયમ મહિલા હેલ્પલાઈન પાસે મદદ માગી

0
અભયમ મહિલા હેલ્પલાઈન નંબર

181

Contact News Publisher

પતિના માનસિક ત્રાસથી પરેશાન પત્નીએ અભયમ મહિલા હેલ્પલાઈન પાસે મદદ માગી (રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૧૮. સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતી એક મહિલાએ પતિ દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસ અને ઘરેલુ વિવાદથી પરેશાન થઈ અભયમ મહિલા હેલ્પલાઈન પર મદદ માટે ફોન કર્યો હતો.

મહિલાએ જણાવ્યું હતું કે તે અને તેના પતિ છેલ્લા ત્રણ વર્ષથી રોજગાર અર્થે સુરતમાં રહે છે અને તેમને બે સંતાનો છે. મહિલાનો આક્ષેપ હતો કે પતિ અવારનવાર અપશબ્દો બોલે છે, બાળકો અને ઘર સંબંધી બાબતોને લઈને ઝઘડો કરે છે તેમજ ક્યારેક મારપીટ પણ કરે છે. સતત માનસિક ત્રાસથી કંટાળીને મહિલાએ પોતાના પિયર જવાની અથવા અલગ રહી બાળકોની સંભાળ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

ઘટનાની જાણ થતાં અભયમ ટીમ સ્થળ પર પહોંચી હતી અને પતિ-પત્ની બંને સાથે શાંતિપૂર્વક ચર્ચા કરી બંને પક્ષોની વાત સાંભળી હતી. પતિએ જણાવ્યું હતું કે પત્ની સુરત શહેર અને બહારના વિસ્તારોથી અજાણ હોવાથી તેની સલામતી અને સમજના કારણે કેટલીક બાબતોમાં રોકટોક કરે છે.

અભયમ ટીમ દ્વારા પતિને પત્ની સાથે સન્માનજનક વર્તન રાખવા, અપશબ્દોનો ઉપયોગ ન કરવા તેમજ પરિવારિક જીવનમાં પરસ્પર સમજ અને સહકાર જાળવવા સમજ આપવામાં આવી હતી. તેમજ મહિલાને પણ પરિવારની જવાબદારીઓ અને સંબંધોમાં સંવાદ જાળવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અંતે બંને પક્ષોએ એકબીજાને સમજવાનો પ્રયાસ કરી વિવાદનો અંત લાવ્યો હતો. મહિલાએ પતિને એક તક આપવાની તૈયારી દર્શાવી અને બંને વચ્ચે સમાધાન કરવામાં આવ્યું હતું. મહિલાએ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અભયમ મહિલા હેલ્પલાઈન ટીમ દ્વારા સમયસર માર્ગદર્શન અને કાઉન્સેલિંગથી એક પરિવારને તૂટતા બચાવવામાં સફળતા મળી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *