માંગરોળ તાલુકાનાં કીમ ચોકડી થી પીપોદરા જતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની બાજુમાં બનાવેલા સર્વિસમાર્ગની આખરે રીપેરીંગની કામગીરી શરૂ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :   માંગરોળ તાલુકામાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પસાર થાય છે. આ માર્ગની  બાજુમાં જ કીમ ચારરસ્તા થી પીપોદરા સુધીનો સર્વિસમાર્ગ બનાવવામાં આવેલો છે.

આ સર્વિસમાર્ગ ઉપર ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી આયોજન ન કરવામાં આવતાં, ગત ચોમાસાની મૌસમમાં આ માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા માર્ગ ઉપર ઠેરઠેર ખાળાઓ પડ્યા હતા જેને પગલે અનેક અકસ્માતો પણ થવા પામ્યા હતા, તે વખતે આ વિસ્તારના રહીશો દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યું હતું, છતાં કોઈ ઉકેલ આઇ.આર.બી. તરફથી લાવવામાં આવ્યો ન હતો, ચાલુ વર્ષે  ચોમાસાની મૌસમ શરૂ થતાં પ્રથમ નજીવા વરસાદમાં જ આ માર્ગ ઉપર પાણી ભરાઈ જવા પામ્યા હતા, આ પ્રશ્ને આ વિસ્તારના રહીશો અને આ વિસ્તારમાં આવેલી જી.આઇ.ડી.સી. અને અન્ય ઉદ્યોગોનાં માલિકોએ આ સર્વિસમાર્ગ પર જે પાણી ભરાય છે એ માટે આઇ.આર.બી. યોગ્ય વ્યવસ્થા કરે એવી માંગ કરવામાં આવી હતી,આખરે આઇ.આર.બી.એ પાણીના નિકાલ માટે પાઈપો નાંખવાની કામગીરી શરૂ કરી છે, જેને આ વિસ્તારની પ્રજા અને ઉદ્યોગકારોએ આવકારી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *