પ્રાકૃતિક ખેતી આધારિત મોડેલ ફાર્મ/નિદર્શન બનાવી વધુને વધુ ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા રાજ્યપાલશ્રીનો અનુરોધ
બાયસેગના માધ્યમથી પ્રાકૃતિક ખેતી અંગે ખેડુતોને માર્ગદર્શન અપાયુ
(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા; મંગળવાર: રસાયણિક ખાતરો અને જતુંનાશક દવાના ઉપયોગના કારણે ઉત્પાદિત થતા અનાજ, શાકભાજી, અને ફળોના ઉપયોગના કારણે મનુષ્યોના સ્વાસ્થપર માઠી અસર જોવા મળે છે. તથા જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણ પર ગંભીર અસર થઇ રહી છે. આ સમસ્યાના નિરાકરણ અંગે રાજ્યભરમા ગાય આધારિત સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી માટે ખેડુતોને માર્ગદર્શન પુરા પાડવા સરકારશ્રી દ્વારા ઘણા કાર્યક્રમો આયોજીત કરવામાં આવેલ હતા.
તાજેતરમાં રાજ્યપાલશ્રીએ બાયસેગના માધ્યમથી પ્રાકૃતિક ખેતી અંગે ખેડુતોને સંબોધિત કરતા જણાવ્યુ હતુ કે, દરેક ગામમા પ્રાકૃતિક ખેતી આધારિત મોડેલ ફાર્મ/નિદર્શન ફાર્મ બનાવવામાં આવે તથા વધુમાં વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય. ચાલુ ખરીફ ૨૦૨૦ દરમ્યાન તાપી જિલ્લામાં અંદાજીત ૬૦૦૦ જેટલા ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ લઇ જવા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, જિલ્લા ખેતીવાડી અધીકારી, નાયબ બાગાયત નિયામકશ્રી, નાયબ પશુપાલન નિયામકશ્રી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા દ્વારા આયોજન કરેલ છે.
રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને વેગ મળે તે હેતુથી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરવા માંગતા અને દેશી ગાય ધરાવતા ખેડુતોને દેશી ગાય ઉછેર તથા કીટ વસાવવા સહાય યોજના પણ અમલમા મુકેલ છે, આ અંગે વધુ માહિતી આત્મા યોજના ખેડુત તાલીમ કેન્દ્ર, વ્યારા- ૦૨૬૨૬-૨૨૦૭૩૨ ઉપર સંપર્ક કરવાથી મળી શકશે.
–