નિઝર ડીવીઝનના પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનામાં કબ્જે કરવામાં આવેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો

0
Screenshot_20260611_123131_WhatsApp
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૧૧. શ્રી જે.એન. દેસાઈ પોલીસ અધિક્ષકશ્રી તાપી-વ્યારાની સુચના આધારે પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનામાં કબ્જે કરવામાં આવેક પ્રોહી મુદ્દામાલ નાશ કરવા જણાવેલ હોય જે અનુસંધાને આજરોજ શ્રી પી.જી. નરવાડે, ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી નિઝર વિભાગ, નિઝર, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી નિઝર તથા સુપ્રિટેન્ડેન્ટશ્રી, પ્રોહિબીશન અને એક્સાઈઝ તાપી- વ્યારા ની અધ્યક્ષતામાં નિઝર ડીવીઝન વિસ્તારના ઉચ્છલ, નિઝર તથા કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનામાં કબ્જે કરવામાં આવેલ પ્રોહી મુદ્દામાલ નાશ કરવા માન.જ્યુ.મેજી.ફક. શ્રી ઉચ્છલ તથા માન.જ્યુ.મેજી.ફ.ક. શ્રી નિઝર કોર્ટના હુકમ આધારે તા. ૦૧/૦૧/૨૦૨૬ થી તા. ૩૧/૦૫/૨૦૨૬ સુધીના કુલ – ૩૦ ગુનાની બોટલ નંગ – ૧૮,૯૩૭ તથા કિ.રૂ. ૪૯,૦૯,૦૧૧/-નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો. જેમાં મામલતદારશ્રી નિઝર, ઉચ્છલ, કુકરમુંડા તથા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, નિઝર, ઉચ્છલ તથા કુકરમુંડા તેમજ ફાયર ફાયટરના કર્મચારીઓ હાજર રહેલ હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other