વિશ્વ પર્યાવરણ સપ્તાહ નિમિત્તે “એક પૌધા માં કે નામ” કાર્યક્રમનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૦. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સેન્ટર ઓફ એક્સેલન્સ, ઉકાઈ ખાતે “એક પૌધા માં કે નામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સેન્ટર ઓફ એક્સેલન્સ, ઉકાઈ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
કાર્યક્રમમાં મદદનીશ વન સંરક્ષક, વ્યારા શ્રી અર્પિતજી પુનિયા (IFS) તથા ફોરેસ્ટ રેન્જ ઓફિસર, તાપી શ્રી વી. એન. દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વન વિભાગના અન્ય અધિકારીઓ, કર્મચારીઓ, સેન્ટર ઓફ એક્સેલન્સના સ્ટાફગણ તેમજ વડાશ્રીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન આશરે ૧૦૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી વધારવા અને પ્રકૃતિના જતન અંગે વિશેષ સંદેશ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા તથા વધુમાં વધુ વૃક્ષારોપણ માટે સૌને પ્રેરિત કરવામાં આવ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
