સી.ઓ.ઈ., કામધેનુ યુનિવર્સિટી ખાતે આરોગ્ય તપાસણી શિબિર યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૦. ઉકાઈ ખાતે આવેલ સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટીના આગણામાં આજે કાલીદાસ હોમિયોપેથી હોસ્પિટલ, દ્વારા અને સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી ઉકાઈના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય તપાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં ઉકાઈ તાલુકાના આશરે સોથી વધુ રહેવાસીઓ, વિદ્યાર્થીઓ તેમજ નાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ ગુણસદા શ્રી માર્કુસભાઈ ગામીત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શિબિરનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના લોકો, ખાસ કરીને માછીમાર ભાઈઓ અને બહેનોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને આરોગ્યલક્ષી માર્ગદર્શન તથા તપાસની સુવિધા પૂરી પાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ આરોગ્ય તપાસણીઓ કરવામાં આવી હતી અને નિષ્ણાત તબીબો દ્વારા સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આયોજકો દ્વારા જણાવાયું હતું કે સારું સ્વાસ્થ્ય વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે અને આવા કાર્યક્રમો દ્વારા લોકોમાં આરોગ્ય અંગેની જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
