“સ્વચ્છતા સપ્તાહ” અંતર્ગત નિઝર તાલુકાના રાયગઢ ગામે પ્લાસ્ટિક સફાઈ ઝુંબેશ અને ડોર-ટુ-ડોર કચરા કલેક્શન અભિયાન યોજાયુ

કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગ્રામજનોએ આપ્યો પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છતાનો સંદેશ
–
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 09. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે સમગ્ર તાપી જિલ્લામાં “સ્વચ્છતા સપ્તાહ કાર્યક્રમ” અંતર્ગત વિવિધ જનજાગૃતિલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમના ભાગરૂપે નિઝર તાલુકાના રાયગઢ ગામે પ્લાસ્ટિક સફાઈ ઝુંબેશ તેમજ ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી, માજી તાલુકા પ્રમુખશ્રીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અભિયાન દરમિયાન ગામના જાહેર માર્ગો, શાળા પરિસર તથા અન્ય જાહેર સ્થળોએ પડેલો પ્લાસ્ટિક કચરો એકત્રિત કરી સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ ગામને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમ દ્વારા સ્વચ્છતા જાળવવા, પર્યાવરણનું સંરક્ષણ કરવા અને પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો લાવવા અંગે ગ્રામજનોને પ્રેરિત કરવામાં આવ્યા હતા.
0000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
