તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અંતર્ગત ગામડાઓમાં સ્વચ્છતા ઝુંબેશ વેગવાન બની

0
તાપી જિલ્લામાં 'સ્વચ્છતા સપ્તાહ' અંતર્ગત ગામડાઓમાં સ્વચ્છતા ઝુંબેશ વેગવાન બની
Contact News Publisher

નિઝર, વાલોડ અને ઉચ્છલ સહિત તમામ તાલુકાઓમાં પંચાયત પરિસર, જાહેરમાર્ગો ઉપર સામૂહિક સ્વચ્છતા હાથ ધરાઈ

(માહિતી બ્યુરો, તાપી) : તા. 09 – દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ અને ગૌરવપૂર્ણ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરની ઉજવણીના ભાગરૂપે, સમગ્ર તાપી જિલ્લામાં “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના” થીમ હેઠળ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત મંગળવારે નિઝર તાલુકાના રાયગઢ ગામે “સ્વચ્છતા સપ્તાહ કાર્યક્રમ” અંતર્ગત વિશેષ પ્લાસ્ટિક સફાઈ ઝુંબેશ અને ડોર-ટુ-ડોર કચરા કલેક્શન કાર્યક્રમ યોજાયો હતો.

 

સાથોસાથ ડુમખલ ગામે યોજાયેલી પ્લાસ્ટિક સફાઈ ઝુંબેશમાં પ્રજા કલ્યાણ અને સ્વચ્છતાના આ મહાયજ્ઞમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થઈને ગામના જાહેર માર્ગો તેમજ મહોલ્લાઓમાંથી પ્લાસ્ટિકનો કચરો દૂર કરી ‘પ્લાસ્ટિક મુક્ત ડુમખલ’ અભિયાનને સફળ બનાવ્યું હતું. સાકરદા ગામમાં પણ ગામના નાગરિકોએ પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાના આગ્રહ સાથે ગામમાંથી પ્લાસ્ટિક કચરાનો નિકાલ કર્યો હતો.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *