વાલોડ ખાતે બ્લોક લેવલ મોનિટરિંગ એન્ડ રિવ્યુ કમિટીની બેઠક યોજાઈ

0
વાલોડ ખાતે બ્લોક લેવલ મોનિટરિંગ એન્ડ રિવ્યુ કમિટીની બેઠક યોજાઈ
Contact News Publisher

બાળકો અને મહિલાઓમાં કુપોષણ નાબૂદી અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 09 : – તાપી જિલ્લામાં વાલોડ ખાતે પ્રાંત અધિકારીશ્રી સંદીપભાઈ ગાયકવાડના અધ્યક્ષસ્થાને બ્લોક લેવલ મોનિટરિંગ એન્ડ રિવ્યુ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખાસ કરીને આદિજાતિ અને ગ્રામીણ વિસ્તારોમાં કુપોષણની ગંભીર સમસ્યાને નાબૂદ કરવા માટે સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

 

આઈ.સી.ડી.એસ. વાલોડ ઘટકના સીડીપીઓ, સુપરવાઈઝરશ્રીઓ અને સંબંધિત વિભાગના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ મીટિંગમાં બાળકો, સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

 

આ બેઠકમાં વાલોડ તાલુકાના કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટેના લક્ષ્યાંકો અને આંગણવાડી કેન્દ્રો પર અપાતા પોષણયુક્ત આહારની દેખરેખ અંગેની પદ્ધતિઓનું પણ રિવ્યુ કરવામાં આવ્યું હતું.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *