સુરતના ખોલવડ ખાતે ફાયરીંગની ઘટના બની હતી, પૈસાની લેતીદેતીમાં એક મિત્ર એ બીજા મિત્રની કાર પર કરી દીધા ૨ રાઉન્ડ ફાયર, ગોળી કારનાં કાચમાં વાગતા બીજા મિત્રને પહોચી ઈજા , પોલીસ ઘટના સ્થળે પહોચી
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : સુરત જીલ્લામાં હવે ફાયરીંગની ઘટના સામાન્ય બની ગઇ છે ,હાલ થોડા દિવસ પહેલાબજ પીપોદરા જી.આઈ.ડી.સી. માં સામાન્ય બોલાચાલી માં ફાયરીંગની ઘટના બની હતી ત્યારે આજે ફરી એક વાર સુરત જીલ્લાના કામરેજ પોલીસ મથકની હદમાં આવતા ખોલવડ ગામ પાસે નેશનલ હાઈવે પર આવેલા આઈ. આર. બી.રેસ્ટ એરિયામાં ફાયરીંગની ઘટના બની હતી ,સુરત જીલ્લા પંચાયતનાં માજી સભ્ય અને કઠોર નાગરિક સહકારી મંડળીનાં પ્રમુખ પ્રકાશ મૈસુરીયાએ ગામના જ અને રેતીની લીઝ ધરાવતા મિત્ર એવા અરવિન સોલંકી પર પૈસાની લેતીદેતી બાબતે પોતાની લાઇસન્સ વાળી રિવોલ્વરમાંથી અરવિન સોલંકીનાં જણાવ્યા અનુસાર આશરે ૪ થી ૫ રાઉન્ડ ફાયરીંગ કરી દીધું હતું ,જેમાં કારનો બારીનો કાચ વાગતા અરવિન સોલંકીને માથાનાં ભાગે ઈજા થઇ હતી ,જોકે ઘટના બાદ પ્રકાશ મૈસુર્યા ઘટના સ્થળે થી ફરાર થઇ ગયો હતો.
આ ઘટનાં પ્રશ્ને સુરત ગ્રામ્યના ડેપ્યુટી એસ.પી. સી.એમ.જાડેજા નાં જણાવ્યા અનુસાર આશરે બેજ રાઉન્ડ ફાયરીંગ થયું હોવાની શંકા સેવાય રહી છે ,જે જગ્યા પર ઘટના બની ત્યાં બંને મિત્રો વચ્ચે સુ બબાલ થઇ ,કેટલા પૈસા ની લેતી દેતી હતી એને ફાયરીંગ કરવાની કેમ ફરજ પડી એ તમામ પાસા ઓ પોલીસ હાલ તપાસી રહી છે ,હાલ પોલીસે અલગ અલગ ટુકડીઓ બનાવી ફાયરીંગ કરનાર પ્રકાશ મૈસુરીયા ને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.