વાલોડ સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કરતા તાપી કલેક્ટરશ્રી ચૌધરી

0
Collector visit helth centre in valod
Contact News Publisher

તાપી જિલ્લા કલેકટરશ્રી દેવ ચૌધરીએ સ્વચ્છતા અને ગુણવત્તાસભર સારવાર પર ભાર મૂક્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૯. :- તાપી જિલ્લાના કલેકટરશ્રી દેવ ચૌધરીએ શુક્રવારે વાલોડ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ, દર્દીઓને આપવામાં આવતી સારવાર, દવાઓની ઉપલબ્ધતા તેમજ સ્વચ્છતા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.

 

કલેકટરશ્રી દેવ ચૌધરીએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને દર્દીઓને વધુ સુવિધાજનક વાતાવરણ મળી રહે તે બાબતે ખાસ ભાર મૂક્યો હતો.

 

મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં અમલમાં રહેલી વિવિધ આરોગ્ય યોજનાઓ તથા સરકારશ્રીની જનકલ્યાણકારી સેવાઓ અંગે માહિતી મેળવી હતી. કલેકટરશ્રીએ દર્દીઓ અને તેમના સ્વજનો સાથે સંવાદ કરી આરોગ્ય સેવાઓ અંગે પ્રતિસાદ પણ મેળવ્યો હતો.

 

વધુમાં કલેકટરશ્રીએ સીએચસી ખાતે કાર્યરત બાળ સેવા કેન્દ્રની મુલાકાત લઈ ત્યાં બાળકોને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ, પોષણ વ્યવસ્થા તેમજ ઉપલબ્ધ સુવિધાઓની માહિતી મેળવી હતી.

 

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવા, આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબી અધિકારીઓ, તાલુકા આરોગ્ય અધિકારી તથા સંબંધિત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *