તાપી કલેક્ટરશ્રીએ વાલોડ તાલુકાના નનસાડ અને શાહપોર ગ્રામ પંચાયત તથા વાલોડ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

0
Tapi collector visit and inspect valod police station.
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૯ :- તાપી જિલ્લાના કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ શુક્રવારે વાલોડ તાલુકાની મુલાકાત દરમિયાન નનસાડ અને શાહપોર ગ્રામ પંચાયત કચેરી તેમજ વાલોડ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.

 

કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ નનસાડ ગ્રામ પંચાયત કચેરી અને શાહપોર ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામજનોને આપવામાં આવતી સેવાઓ, વિવિધ યોજનાઓના અમલીકરણ તેમજ દસ્તાવેજી કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમણે ગ્રામ પંચાયત સ્તરે નાગરિકોને સમયસર અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા. સાથે જ સ્વચ્છતા, સુવિધા અને લોકોની અરજીઓના ઝડપી નિકાલ પર ભાર મૂક્યો હતો.

 

ત્યારબાદ કલેક્ટરશ્રીએ વાલોડ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો અને વ્યવસ્થા, ફરિયાદ નિવારણ કામગીરી તેમજ નાગરિકોને આપવામાં આવતી સેવાઓ અંગે સમીક્ષા કરી હતી. તેમણે વાલોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનાઓ સાથે ચર્ચા કરી લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને અને ફરિયાદોનો સમયસર નિકાલ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *