મોબાઇલ ફોન ખરીદ-વેચાણ કરતી વખતે વિવિધ દસ્તાવેજો નિભાવવા અંગેનું જાહેરનામું

તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર. બોરડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.29 :- તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર.બોરડ દ્વારા પ્રસિદ્ધ થયેલા જાહેરનામા મુજબ તાપી જિલ્લામાં જુના મોબાઇલ ખરીદ-વેચાણ કરનાર વેપારીઓએ મોબાઈલ ખરીદતા પહેલા મોબાઈલ વેચનારનું તથા જુના મોબાઈલ વેચાણ કરતી વખતે મોબાઈલ ખરીદનારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે પુરુ નામ તથા સરનામાની ફરજીયાતપણે નોંધ રાખવાની રહેશે.
જાહેરનામા મુજબ મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ મોબાઇલ ફોનની વિગત, કંપની, IMEI નંબર, મોબાઇલ વેચનાર અને ખરીદનારના નામ, સરનામાની વિગત અને આઇ.ડી. પ્રુફની વિગત વગેરે વિગતો દર્શાવતું નિયત નમૂનામાં રજીસ્ટર નિભાવવાનું રહેશે.
આ જાહેરનામાની અમલવારી તા. 25.07.2026 સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
0000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
