મોટર સાયકલની ચોરીના આરોપીઓને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે પકડી પાડતી કુકરમુંડા પોલીસ

0
Kukarmunda police arrest motorcycle theft accused along with seized items within hours
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) :  ગઇ તા.૨૫/૦૫/૨૦૨૬ ના રોજ રાત્રી દરમ્યાન પો.ઇન્સ.શ્રી આઇ.ડી .દેસાઇ, કુકરમુંડાની સુચના આધારે અ.હે.કો. અર્જુનસિંહ વિક્રમસિંહ, અ.પો.કો. જનકભાઇ તથા આ.પો.કો. ભરતભાઇ ગજ્જુજી કુકરમુંડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન આશ્રવા ગામે ત્રણ રસ્તા પાસે મહારાષ્ટ્ર રાજયના ખાપરગામ તરફથી આવતી સફેદ કલરની વરના ફોર વ્હીલ નંબર – MH-04-DN-427 ની પાછળની ડી.કી.માં હિરો હોન્ડા કંપનીની સ્પેલન્ડર પ્રો મોટર સાયકલના સ્પેર પાર્ટ સાથે આરોપીઓ – ફરદિન મહેમુદ પઠાન ઉ.વ.૨૫ રહેવાસી – શાહદા, ખેતીયા રોડ,પેટ્રોલ પંપની સામે તા.શાહદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) તથા રેહાન જાકીર પીંજારી ઉ.વ.૧૯ શાહદા, ખેતીયા રોડ,ગોસીયા નગર ગલી તા.શાહદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) ને હસ્તગત કરી, તેઓની પુછપરછ દરમ્યાન આ મોટર સાયકલના સ્પેર પાર્ટ ભયુભાઇ રહેવાસી- ખાપર તા.અકકલ્કુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) પાસેથી મોટર સાયકલ મેળવી સ્પેર પાર્ટ છુટા પાડી દઇ ગાડીમાં ભરીને શાહદા ગામ (મહારાષ્ટ્ર) ખાતે રહેતા સોનુ લતીફ શેખ ને આપવા જતા હોવાનુ જણાવતા, બન્ને ઇસમો પાસેથી મળી આવેલ મો.સા.ના એન્જીન નંબર આધારે ઇ-ગુજ્કોપ એપ્લીકેશન મારફતે વાહન માલીકની માહીતી મેળવી, વાહન માલીક – વિજયસીંગભાઇ સાધ્યાભાઇ તડવી રહેવાસી સરદાર નગર, પોસ્ટ – રાજવીરી તા.તલોદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નુ જણાઇ આવતા તાત્કાલીક વાહન માલીકનો સંપર્ક કરી વિગત મેળવતા, સ્પેર પાર્ટ વાળી મો.સા. તા.૨૩/૦૫/૨૦૨૬ ના રોજ કુકરમુંડા તાલુકાના આશ્રવા ગામેથી ગણપતિ દાદાના મંદિરેથી ચોરી થયેલ હોવાનુ જણાવતા, વાહન માલીકની ફરીયાદ લઇ કુકરમુંડા પો.સ્ટે.મા તા.૨૬/૦૫/૨૦૨૬ ના રોજ ગુનો દાખલ કરી બન્ને આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરી આરોપીઓને નામદાર કોર્ટમાં રજુ કરી દિન -૦૨ ના પોલીસ રીમાન્ડ મેળવવામાં આવેલ હતા અને રીમાન્ડ દરમ્યાન સહ આરોપી – ભથ્થુ ઉર્ફે અરબાઝ સફિ પિંજારી ઉ.વ.૨૪ રહે.ખાપર આમલી ફળીયુ, તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) ને પણ ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના આરોપીની ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે.

પકડાયેલ આરોપીઓ :-

(૧) ફરદિન મહેમુદ પઠાન ઉ.વ.૨૫ રહેવાસી – શાહદા, ખેતીયા રોડ,પેટ્રોલ પંપની સામે તા.શાહદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)

(૨) રેહાન જાકીર પીંજારી ઉ.વ.૧૯ શાહદા, ખેતીયા રોડ,ગોસીયા નગર ગલી તા..શાહદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓને તા. ૨૬/૦૫/૨૦૨૬ ના રોજ કલાક- ૨૦/૧૫ વાગ્યે અટક કરવામાં આવેલ છે.

(૩) ભથ્થુ ઉર્ફે અરબાઝ સફિ પિંજારી ઉ.વ.૨૪ રહે.ખાપર આમલી ફળીયુ, તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓને તા. ૨૭/૦૫/૨૦૨૬ ના રોજ અટક કરવામાં આવેલ છે.

વોન્ટેડ આરોપીઓ :-

(૧) સોનુ લતીફ શેખ રહેવાસી- શાહદા, ખેતીયા રોડ તા.શાહદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)

(૨) સલમાન જેના પુરાનામની ખબર નથી રહે. અકકલકુવા તા.અકકલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)

રીકવરી કરેલ મુદ્દામાલ :-

હિરો હોન્ડા કંપનીની સ્પેલન્ડર પ્રો મોટર સાયકલ ના સ્પેર પાર્ટ  (૧) પેટ્રોલ ટાંકી નંગ- ૦૧, (૨) સીટ નંગ – ૦૧,  (૩) મો.સા.નુ એન્જીન વાળો ભાગ – ૦૧,  (૪) મો.સા..ના આગળ પાછળ ના વ્હીલ રીંગ સાથે નંગ – ૦૨,  (૫) આગળ-પાછળના ના સોકઅપ નંગ- ૦૪,  (૬) હેડલ નંગ – ૧,  (૭) સાયલર સન્સ નંગ – ૦૧,  (૮) હેડ લાઇટ બોક્ષ નંગ -૦૧,  (૯) બટ ગાર્ડ નંગ – ૦૨,  (૧૦) ચેન કવર,  (૧૧) મો.સા.ના છુટા સ્પેર પાર્ટ તથા (૧२) ઉપરના ગાડી નંબર – MH-04-DN-4277,  (૧૩) વીવો કંપનીનો V50 મોડલનો મોબાઇલ નંગ – ૦૧, (૧૪) વીવો કંપનીનો V40E મોડલનો મોબાઇલ નંગ – ૦૧ મળી કુલ કિ.રૂ.૧,૬૦,૦૦૦/-

સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત.

(૧) શ્રી આઈ.ડી. દેસાઈ.પોલીસ ઈન્સ્પેક્ટર કુકરમુંડા પોલીસ સ્ટેશન (૨) અ.હે.કો.અર્જુનસિંહ વિક્રમસિંહ,  નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન (૩) અ.હે.કો. રવિભાઇ હરીયાભાઇ બ.નં.૩૬૯ નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન (૪) અ.પો.કો.જનકભાઈ- નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન (૫) આ.પો.કો.ભરતભાઇ ગજ્જુજી- નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન (૬) આ.પો.કો. કમલેશભાઇ કિશનભાઇ નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન (૭) આ.પો.કો.પ્રશાતભાઇ કિશોરભાઇ – નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *