વ્યારા નગરમાં ટ્રાફિક નિયમન અંગે જાહેરનામું

તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર. બોરડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.28 : વ્યારા નગરના જુના બસ સ્ટેન્ડથી મેઈન રોડ, બજાર થઈ જવાહર ચોક પોલીસ ગેટ સુધી તથા જુના બસ સ્ટેન્ડ થઈ બેન્ક રોડ, સુરતી બજાર, કાપડ બજાર થઈ જવાહર ચોક, પોલીસ ગેટ સુધીના રસ્તાના વિસ્તારોમાં સવારે 8 કલાકથી સાંજે 8 કલાક સુધી જાહેર જનતાને અવર-જવર કરવામાં કોઈ મુશ્કેલીઓ ન પડે તે માટે ટ્રાન્સપોર્ટ કંપનીના તેમજ વેપાર માટેના માલવાહતુક ભારે વાહનો જેવા કે ટ્રક, ટેમ્પો, ટ્રેક્ટર કે અન્ય ભારે અને મોટા વાહનોના પ્રવેશ પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર.બોરડે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.
આ જાહેરનામાની અમલવારી તા. 25 જુલાઈ, 2026 સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
