જુના-નવા વાહનો ખરીદનાર-વેચનારને રજીસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું

0
Resale of old vehicals
Contact News Publisher

તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર. બોરડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.29 :તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર.બોરડે જાહેરનામુ પ્રસિદ્ધ કરીને જિલ્લામાં કોઇપણ નવા, જુના વાહનોની થતી લે-વેચ કરતાં તેમજ આવા વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ ડીલર, બ્રોકર, એજન્ટ, દલાલ, મિકેનીક, પેઇન્ટર વગેરેનાઓએ હાલ સુધીમાં નવા, જુના વાહનોની કરેલ લે-વેચની હકીકત તેમજ હવે પછી લે-વેચ સંદર્ભે વિગતો તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશન તથા મામલતદારશ્રીને ત્વરિત આપવાની રહેશે.

જાહેરનામા મુજબ વાહન ખરીદનાર અને વેચનારનું નામ, સરનામું, સંપર્ક નંબર, વાહનનો પ્રકાર, રજીસ્ટ્રેશન નંબર, વાહનનો નંબર, રંગ, વાહનની રકમ, વેચાણ તારીખ, વાહનનો વીમો ઉતારેલ હોય તો વીમા કંપનીનું નામ, પોલીસી નંબર, પોલીસીની રકમ, વાહન ચલાવનારનું નામ, ડ્રાઈવીંગ લાયસન્સ નંબર, સરનામુ અને મોબાઈલ નંબરનો સમાવેશ કરવાનો રહેશે.

આ જાહેરનામાની અમલવારી તા. 25.07.2026 સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *