ઓલપાડનાં અસ્નાબાદ ગામની કોળી પટેલ સમાજની દીકરી ડો. વૃંદા પટેલે MBBS ડિગ્રી પ્રાપ્ત કરી સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડનાં અસ્નાબાદ ગામની શિક્ષક પિતા હિમાંશુભાઈ અને શિક્ષિકા માતા પ્રિતીબેનની દીકરી વૃંદાએ ભરૂચ સ્થિત ડો. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટમાંથી MBBSનો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કરી સમસ્ત કોળી પટેલ સમાજનું ગૌરવ વધારેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ દીકરીએ બાળમંદિરથી ધોરણ 10 સુધીનો અભ્યાસ શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત પ્રજ્ઞા શિશુ વિદ્યાલય, ઓલપાડ તથા ધોરણ 11 અને 12 લોકમાન્ય વિદ્યાલય, રાંદેર શાળામાં પૂર્ણ કર્યો હતો. કુલ 19 વિષયોમાં સફળતા મેળવી 4.5 વર્ષનો અભ્યાસ અને 1 વર્ષની ઇન્ટર્નશિપ સાથે 5.5 વર્ષમાં MBBS પૂર્ણ કરનાર વૃંદા આજે અન્ય દીકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે. તેણીની આ સિદ્ધિ પાછળ માતા-પિતા તથા શિક્ષકોની મહેનત, સંઘર્ષ અને ત્યાગ તેમજ ગામજનોનાં આશિર્વાદનો મોટો ફાળો રહ્યો છે.
આ તકે તેમનાં પિતા હિમાંશુભાઈએ જણાવેલ હતું કે દીકરીઓને શિક્ષણ અને સંકલ્પ મળે તો તેઓ કોઈપણ શિખર સર કરી શકે છે. અસ્નાબાદની આ હોનહાર દીકરીને MBBS ની ડિગ્રી પ્રાપ્ત કરવા બદલ શિક્ષકગણ, મિત્રમંડળ તથા સમસ્ત અસ્નાબાદ ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતાં.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
