ઇન્સ્ટાગ્રામ ઉપર સ્યુસાઇડ કરી લેવા માટેની સ્ટોરી મુકતા બાળ કિશોરને શોધી કાઢી તેમના પરીવારને સોંપતી ડોલવણ પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષક શ્રી જે.એન. દેસાઈ તાપી-વ્યારા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.જી. નરવાડે વ્યારા વિભાગ વ્યારાએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી gamit.mayank.102 ઉપર સ્યુસાઇડ કરી લેવા માટેની સ્ટોરી મુકતા વ્યક્તિને તાત્કાલીક શોધી કાઢવા જણાવેલ.
આજ રોજ તા.૨૭/૦૫/૨૦૨૬ ના ડોલવણ પોલીસ સ્ટેશનમાં અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી સી.આઇ.ડી ક્રાઇમ એન્ડ રેલ્વેઝના પત્ર ક્રમાક સી.મી/સ્યુ/એ.બી.યુ/૨૧૧૯/૨૦૨૩ તા.૨૬/૦૫/૨૦૨૩ ના કામે ઇન્સ્ટાગ્રામ ઉપર ID @m4-jocker-lover ઉપર સ્યુસાઇડ કરી લેવા માટેની સ્ટોરી મુકેલ હતી. જે ડોલવણ પોલીસ સ્ટેશન કાર્યક્ષેત્ર વિસ્તારના બેડચીત ગામના બાળ કિશોરે મુકેલ હોઇ જેથી આ બાળ કિશોરને ટેકનીકલ એનાલિસીસ કરી તાત્કાલીક શોધી કાઢી બાળ કિશોરનુ પુછપરછ કરતા જણાવેલ કે નવો મોબાઇલ ફોન જોઇતો હોઇ પરંતુ નવો મોબાઇલ ફોન તેમની માતા એ નહિ લઇ આપતા આવી સ્યુસાઇડ વાળી સ્ટોરી ઇન્સ્ટાગ્રામ ઉપર મુકેલ હતી. તેમ જણાવતા આ બાળ કિશોર તથા તેમના વાલીને પોલીસ સ્ટેશન ખાતે લાવી બાળ કિશોરનું યોગ્ય કાઉન્સિલિગ કરી હવે પછી આવી સ્યુસાઇડની પોસ્ટ તથા સ્યુસાઇડ ન કરવા બાબતે વિગતવાર સમજ કરી બાળ કિશોરનો કબ્જો તેમના વાલીને સોપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી પ્રશસનીય કામગીરી કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી.
(૧) શ્રી એમ.ડી. ગામીત પોલીસ ઇન્સપેક્ટર ડોલવણ પોલીસ સ્ટેશન.
(૨) એ.એસ.આઇ. મયુરભાઇ અજયસિંહ, ડોલવણ પોલીસ સ્ટેશન.
(૩) અ.હે.કો. કલ્પેશભાઇ માનસિંગભાઇ, ડોલવણ પોલીસ સ્ટેશન.
(૪) અ.પો.કો. કમલેશભાઇ ધનસુખભાઇ, ડોલવણ પોલીસ સ્ટેશન.
(૫) અ.પો.કો. અમિતભાઇ જાબુભાઇ, ડોલવણ પોલીસ સ્ટેશન.
(૬) વુ.પો.કો. સ્મિતલબેન સુખાભાઇ, ડોલવણ પોલીસ સ્ટેશન.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
