સુરત જિલ્લાના માંગરોળ તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા અજમેર શરીફનાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર એન્કર અમિષ દેવગન વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે માંગરોળના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) સુરત જિલ્લાના માંગરોળ તાલુકા મુસ્લિમ સમાજ આગેવાનો અને યંગ એકતા ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે સર્વ ધર્મ એકતા સમિતિ માંગરોળ તાલુકાનાં નેજા હેઠળ આજે સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના મામલતદાર મંગુભાઈ વસાવાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં જણાવ્યું કે એન્કર અમિશ દેવગન નામના વ્યક્તિએ એક સામૂહિક લાઈવ ડિબેટ યોજી હતી જેમાં ગરમાગરમ ડિસ્કસ વચ્ચે અજમેર શરીફ દરગાહમાં આરામ કરનારા ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી અજમેરી વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો જેથી સમગ્ર વિશ્વના મુસ્લિમોમાં રોષ ફાટી નીકળ્યો છે, અને ભારતમાં કેટલીક જગ્યાએ કાયદેસરની ફરિયાદ નોધવામાં આવી છે જેને પગલે આજે આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, આ કાર્યક્રમમાં યંગ એકતા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કુત્બુદ્દીન હાફેજી ,મકસુદભાઈ માંજરા મોસાલી, શાહબુદ્દીન મલેક વેરાકુઈ, હૈદર હામદ હથોડા, ઇરફાન મકરાણી, યુસુફ જીભાઇ કોસાડી, હાજી અન્નું પટેલ કોઠવા, ઇમ્તિયાઝ શાહ કીમ કોઠવા દરગાહનાં ખાદીમ, સહિત કેટલાક આગેવાનો સાથે મુસ્લિમ સમાજ ના ૧૦૦ કરતાં વધુ લોકોએ હાજર રહી આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.