પસંદગીના VIP નંબર મેળવવા ઇચ્છુક ટુ-વ્હીલર માલિકો ધ્યાન આપે

0
Vehical number plate with HSRP.
Contact News Publisher

ARTO કચેરી દ્વારા ટુ-વ્હીલરને લગતી હાલની સીરિઝનું રી-ઓક્શન હાથ ધરાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 26 :– સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, વ્યારા દ્વારા ટુ-વ્હીલર માટે GJ-26-AM સિરીઝના ૦૦૦૧ થી ૯૯૯૯ ના ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ કરાશે.

અરજદારે parivahan.gov.in વેબસાઇટ પર જઈને સી. એન. એ ફોર્મ વાહન ખરીદીના સાત દિવસમાં અચુક ઓનલાઇન ભરવું પડશે. ઓક્શનમાં સિલ્વર અને ગોલ્ડન નંબર માટે જરૂરી બેઝ પ્રાઇસ ચૂકવવી પડશે. ઓનલાઇન ઓક્શનએ ડાયનેમિક પ્રક્રિયા એટલે કે અરજદારને હરાજી પ્રક્રિયા દરમિયાન ઓનલાઇન ચેક કરીને, વખતોવખત હરાજીની રકમમાં વધારો કરવાનો રહેશે. આ ઉમેરો ૧૦૦૦ ના ગુણાંકમાં રહેશે. હરાજી પૂર્ણ થયેથી બિડીંગમા વધારેલ હરાજીની રકમની ઓનલાઇન ચુકવણી પ દિવસમાં ભરવાની રહેશે.

નવી સીરિઝના ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે તા. ૨૯/૦૫/૨૦૨૬ સાંજના ૪:૦૦ વાગ્યાથી તા. ૩૧/૦૫/૨૦૨૬ સાંજના ૪:૦૦ વાગ્યા સુધી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે, તેમજ તા.૩૧/૦૫/૨૦૨૬ સાંજના ૪:૦૦ વાગ્યાથી તા.૦૨/૦૬/૨૦૨૬ ના સાંજના ૪:૦૦ વાગ્યા સુધી ઓનલાઇન ઓકશન થશે, તેમ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી, વ્યારા-તાપી દ્વારા પ્રાપ્ત એક અખબારી યાદીમાં જણાવાયું છે.

0000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *