ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા વિકાસ અધિકારીનો સહર્ષ આવકાર
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાજેતરમાં તાલુકા વિકાસ અધિકારી ઓલપાડ તરીકે ફરજ બજાવતાં શ્રી હાર્દિક એમ. ગઢવીની નખત્રાણા ખાતે બદલી થતાં તેમની જગ્યાએ શ્રી બી.પી. નંદાણીયાએ ચાર્જ સંભાળેલ છે.
ઓલપાડ તાલુકા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત થયેલ શ્રી બી.પી. નંદાણીયાને અત્રેની તાલુકા પંચાયત કચેરી ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ તથા સંઘનાં અન્ય હોદ્દેદારો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારવામાં આવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
