કોરોના મહામારીમાં, કોનાં બાપની દિવાળી : સુરતના ડી.ડી.ઓ.ના સરકારી બંગલા પાછળ અધધ… રૂપિયા ૩૦.૬૯ લાખનો ધૂમાડો
જિલ્લા પંચાયતની કારોબારી સમિતીમાં બંગલા માટે પાંચ લાખ રૂપિયાની રકમની જોગવાઈ કરવામાં આવી હતી
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : સરકારે હાલમાં કોરોના મહામારીને ઘ્યાને લઈને સરકારી ખર્ચમાં કાપ મુકવા આપી હોવા છતાં પોતાની સત્તાની ઉપરવટ જઈ સમિતીમાં મંજુર કરેલા ખર્ચાની રકમ કરતા છ ગણો ખર્ચ કરતા મામલો ગરમાયો.
જિલ્લા પંચાયતના સદસ્ય દર્શન નાયકે મુખ્યમંત્રી, ગ્રામ વિકાસ કમિશનર સહિત સંબંધિત વિભાગમાં લેખિતમાં ફરયાદ કરી તપાસ કરવાની માંગણી કરી.
હાલમાં સમગ્ર દેશ વૈશ્વિક મહામારી કોરોના સામે ઝંઝુમી રહયા છે બિમારીમાંથી બહાર કેવી રીતે આવી શકાય તે માટેના પ્રયાસો કરી રહ્યા છે, સરકાર દ્વારા પણ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારી ખર્ચ ઓછા કરવા ની સૂચનાં અધિકારીઓનેે આપી છે.છતા બીજી તરફ સુરત જિલ્લા વિકાસ અધિકારી એ વાયરસની મહામારી વચ્ચે પણ સરકારી પૈસાના જોરેે સુખસાહિબી ભોગવવા પાછીપાની કરી નથી, અને પોતાની સત્તાના ઉપરવટ જઈને પોતાના સરકારી બંગલા પાછળ અઢિયા સમિતિના ભલામણો અને સરકારના પરિપત્રનો ઉલાળિયો કરવાની સાથે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિ એ મજુંર કરેેલા ખર્ચ્ કરતા વધુ ખર્ચ કરાવી મંજુુુરી લાવવાની અપેક્ષાએ ખર્ચ કરતા સમગ્ર મામલો જિલ્લા પંચાયતમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ત્યારે સમગ્ર મામલે જિલ્લા પંચાયતના સદસ્ય દર્શન નાયકે ઉચ્ચ સ્ત્તરેે લેખિતમાં ફરિયાદ કરી તપાસ કરવાની માંગણી કરતા મામલો ભારે ગરમાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ સુરત જિલ્લા પંચાયતના ઝુંઝારુ સદસ્ય દર્શન નાયકે રાજયના મુખ્યમંત્રી, મુખ્યસચિવ અને વિકાસ કશિમરને કરેલી લેખિત ફરિયાદમાં ગત ૧૧મી જૂનના રોજ જિલ્લા પંચાયતની કારોબારીમાં ડી.ડી.ઓ.નાં બંગલા માટે પાંચ લાખની જોગવાઈ સદર ખર્ચ મંજુર કર્યો છે. આ પાંચ લાખની જોગવાઈની સામે મંજુરીની અપેક્ષાએ તંત્ર દ્વારા રૂપિયા ૧૫.૮૫ લાખ ઉપરાંત ૧૪.૮૪ લાખ એટલે કે રૂપિયા ૩૦.૬૯ લાખ કોરોના મહામારી સમય દરમિયાન ખર્ચવામાં આવ્યા છે જેમાં ફર્નિચર, ઈન્ટીરીયલ કામગીરી, ગીઝર, પ્રેશરપંપ, ડોર બેલ હેન્ડલ, ટેરેઝો,સફાઈ સીક્યુરીટી ગાર્ડ વગેરે પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે.વધુમાં ડી.ડી. ઓ.નાં બંગલા અંગે જાહેર બાધકામ સમિતિમાં રજુ કરવામાં આવતા રૂપિયા ૩૦.૬૯ લાખના કામનો મંજુરીની અપેક્ષાએ ખર્ચે કરવામાં આવ્યો છે જે ખર્ચ મંજુર કરવાનો અધિકાર કારોબારી સમિતિને હોય જે અંગેનો ઠરાવ કર્યો હતો પરંતુ કારોબારો સમિતી કોરોનાસમયમાં મળી ન હતી. છતાં પણ લાખો રૂપિયાનો ખર્ચો કરી નાંખવામાં આવ્યો છે એક તરફ કોરોનાની કટોકટી ચાલતી હોય અને માનવબળ અને આંતરિક સાધનો સેફ્ટી કિટો વિગેરેની અછત વર્તાતી હોય બીજી તરફ સરકાર પ્રજાને કોરોના સહાય ફંડમાં ફોળા આપવા અપિલ કરતી હોય અને સાથે જ જિલ્લા વિકાસ અધિકારીની સુખ સાહિબી માટે તેના સરકારી બંગલા પાછળ લાખો રૂપિયાનું આંધણ કરાતુ હોïય ત્યારે જિલ્લાને પ્રજાના મનમાં બહુ મોટો પ્રશ્ન ઉઠ્યો છે જીવલેણ બની રહેલ કોરોનાની સામે લડવા ખર્ચે કરવોએ પ્રાથમિકતાની સાથે સમયની માંગ છે ત્યારે વ્યથના ખર્ચા કરી સરકારી નાણાનો દુર વ્યવ કરવામાં આવતા આ અંગે સદસ્ય દર્શન નાયકે મુખ્યમંત્રી, મુખ્યસચિવ અને ગ્રામ વિકાસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી યોગ્ય તપાસ કરી પગલા ભરવાની જનહિતમાં માંગણી કરી છે.
અઢિયા સમિતીની ભલામણ અને નાણા વિભાગના પરિપત્ર ને પણ ઘોળીને પી ગયા.
કોરોના કારણે ઉભી થયેલ ગંભીર પરિસ્થિતિ અને વારરસને નિયંત્રણમાં લાવવા હેતુસર જાહેર કરવામાં આવેલા પ્રતિબંધોના કારણે રાજયમાં આવકમાં ભારે ઘટાડો થયો છે. મહામારી સમય પછીના સમયમાં આર્થિક પુનરુસ્થાન માટે અઢિયા સમિતિ ગઠિત કરવામાં આવી હતી. આ સમિતિએ પણ આપેલ અહેવાલમાં તેની ભલામણો અનુસાર સરકારી ખર્ચમાં કરકસર કરવા જરૂરી પગલા લેવા જણાવ્યું હતું. એના આધારે નાણા વિભાગ ઠરાવક્રમાકખરચ-૧૦૨૦૧૦-૧૧૮-ઝ૧ મુજબ સરકારે ૩૧/૩/૨૦૨૧ સુધી નવી મશીનરી, નવા સાધનો અને કાર્યાલય સુવિધાઓ ઉપર પ્રતિંબંધ મૂક્યો છે અને એનું ચૂસ્તપણે પાલન કરવાનું છે છતા સુરત જિલ્લા પ્રસાશને અઢિયા સમિતિની ભલામણ અને સરકારના નાણા વિભાગના આદેશનો ઉલાળિયો કર્યો છે.
કંઈ કંઈ વસ્તુ પાછળ કેટલો ખર્ચ કર્યો
-કીચન પાસે એલ્યુમીનીયમ સેકશન દરવાજામાં મચ્છર જાળી લગાવવાની કામગીરી પાછળનો ખર્ચ રૂપિયા ૦.૩૦ લાખ
-સફાઈ કામગીરીનો માર્ચ ૨૦૨૦નો ખર્ચ (સ્વીપ ઓવર)- ૦.૦૭ લાખ
-બંગ્લોઝ ખાતે સીક્યુરીટી ગાર્ડ મુકવાની કામગીરીનો ડિસેમ્બર ૨૦૧૯થી માર્ચ ૨૦૨૦નો ખર્ચે (સ્લીપ ઓવર) રૂપિયા ૧.૦૬ લાખ
-સફાઈ કામગીરીનો ૨૦૨૦-૨૦૨૧નો વાર્ષિક ખર્ચ (સ્લીપ ઓવર) ૦.૭૫ લાખ
– ફર્નિચર અને ઈન્ટીરીયલની કામગીરીનો બાકી ચુકવણી ખર્ચા (સ્લીપ ઓવર)- રૂપિયા ૦.૩૭ લાખ
-પ્રોવાઈડીંગ, એસીડ વોલ અોન ટેરેઝો, ડોર હેન્ડલની કામગીરીનો ખર્ચ (સ્લીપ ઓવર) રૂપિયા ૪.૯૨ લાખ
– પ્રોવાઈડીંગ વોટર રીવેલન્ટ ટ્રીટમેન્ટ ઓન ટેરેઝો પ્લાસ્ટર, ગીઝર અને પ્રેશર પંપની કામગીરીનો ખર્ચે-રૂપિયા ૪.૭૮ લાખ
– બંગ્લોઝ ખાતે આકસ્મિક કામગીરીનો ખર્ચે રૂપિયા ૦.૧૦ લાખ
– પ્રોવાઈડીંગ કોટા સ્ટોન, સ્પાઈરલ સ્ટેર કેસ મીટરની કામગીરીનો ખર્ચ (સ્લીપ ઓવર) રૂપિયા ૩.૧૭ લાખ
-પ્રોવાઈડીંંગ લેમીનેટ ફીનીસ કબપોર, એસ.એસ.રેલીંગની કામગીરીનો ખર્ચ (સ્લીપ ઓવર) રૂપિયા ૪.૬૧ લાખ
-પ્રોવાઈડીંગ મેલેમાઈનï, પોલીસ, કોલેપશીયલ ડોરની કામગીરીનો ખર્ચ (સ્લીપ ઓવર) ૪.૬૧ લાખ
-બંગ્લોઝ ખાતે એનસીલરી ઈન્ટીરીયલ વર્કસની કામગીરીનો ખર્ચ (સ્લીપ ઓવર) રૂપિયા ૨.૪૫ લાખ નો સમાવેશ થાય છે.
૦૦૦૦