સોનગઢમાં રાજ્યમંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં જન કલ્યાણ શિબિર યોજાશે

ગુરૂવાર, તા. ૧૮મીએ રંગ ઉપવન કોમ્યુનિટી હોલ ખાતે સવારે ૯:૦૦ કલાકે યોજાનારી શિબિરમાં વિવિધ સરકારી યોજનાઓના લાભો સ્થળ પર જ અપાશે
—
(માહિતી બ્યૂરો દ્વારા, તાપી) :તા.17 –સોનગઢ નગરપાલિકા દ્વારા જનહિતમાં વિવિધ સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓના લાભ નાગરિકો સુધી સીધા પહોંચાડવાના હેતુથી એક ભવ્ય ‘જન કલ્યાણ શિબિર-૨૦૨૬’ ૧૮મી જૂનના રોજ સવારે ૯:૦૦ કલાકે સોનગઢ સ્થિત રંગ ઉપવન કોમ્યુનિટી હોલ ખાતે રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ પ્રવાસન રાજ્યમંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીતની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે.
આ જન કલ્યાણ શિબિરમાં નાગરિકોને વિવિધ દસ્તાવેજી સેવાઓ જેવી કે, આવક અને જાતિના પ્રમાણપત્રો, વડીલ સહાય યોજનાઓ, પેન્શન યોજનાઓ, આરોગ્ય ચકાસણી, કૃષિ માર્ગદર્શન તેમજ પીએમ કિસાન યોજના સહિતની અનેક લક્ષી કલ્યાણકારી યોજનાઓની માહિતી અને તેના લાભો સ્થળ પર જ પૂરા પાડવામાં આવશે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
