સોનગઢ પોલીસે સાયબર ક્રાઇમના ગુનાના આરોપીને સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગ્રધા ખાતેથી પકડી પાડયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોશીયલ મીડીયા બુલીંગ હેઠળ દાખલ થયેલ સાયબર ગુનાઓ શોધી કાઢી આરોપી પકડી પાડવા મળેલ સુચનાના અનુસંધાને સોનગઢ પોલીસ સ્ટેશનમા ભારતીય ન્યાય સંહિતા તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ મુજબનો ગુનો તા.૨૮/૦૩/૨૦૨૬ ના રોજ દાખલ થયેલ હતો.
સોનગઢ પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ સાયબર ક્રાઇમ ના ગુનામાં આરોપીએ પોતાના મોબાઇલના ઇસ્ટાગ્રામ આઇ.ડી. “hasmita_2683” ઉપર કોઇ અજાણી છોકરીના ફોટા ઉપર ફરિયાદી અલ્પેશભાઇ રમણભાઇ ગામીત રહે. શ્રાવણીયાનો મો.નં.૬૩#*××#*૯૫ લખી નાખી ફરિયાદીની પ્રતિષ્ઠાને હાની પહોચાડી ખોટુ ઈલેકટ્રોનિક રેકર્ડ ઉભુ કરી સાયબર ગુનો કર્યો હતો, જે ગુનાને શોધી કાઢવા સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર, ડી.વી. ઢોલાએ સુચના આપેલ હોય તે આધારે એ.એસ.આઇ. માર્મિકભાઇ હરેશભાઇ, એ.એસ.આઇ. દાઉદભાઇ દેવીદાસભાઇ, અ.હે.કો. દશરથભાઈ ભુપતભાઈ, અ.પો.કો. રાજુભાઇ જીણાભાઇએ ટેકનિકલ સર્વલન્સ અને અંગત બાતમી આધારે તપાસ કરતા સુરેન્દ્રનગર જીલ્લાના ધાગ્રંધા ખાતે આરોપીની ભાળ મળતા એક ટીમ બનાવી મોકલી આરોપીની પુછપરછ કરતા આરોપી પાસેથી મળી આવેલ વિવો કંપનીના મોબાઇલમાં તપાસ કરતા ચાર અલગ અલગ ઇસ્ટાગ્રામ આઇ.ડી. બનાવી Pinterest નામની એપ્લીકેશનમાંથી અજાણી છોકરીઓના ફોટા ડાઉનલોડ કરી અજાણ્યા ઇસમોના મોબાઇલ નંબર ફોટા ઉપર લખી નાખવાની માનસિકતાવાળા હોવાનું જણાઇ આવતા અને આ ઇસમને એક ફોટો બતાવેલ જે ફોટો પોતે પોતાની ઇસ્ટાગ્રામ આઇ.ડી. “hasmita_2683” પર અપલોડ કરેલ હોવાની કબુલાત કરતા, આ ગુનામાં આરોપીની સંડોવાણી જણાઇ આવતા આરોપી- પર્વતભાઇ S/0 મસુરભાઇ અમરસિંગભાઇ નાયક ઉ.વ.૨૫ ધંધો. મજુરી રહે. આમલીપાણીછોત્રા ગામ, છોતરા ફળીયુ તા. દેવગઢબારીયા જી.દાહોદ ને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા ધરપકડ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી :-
પર્વતભાઇ S/O મસુરભાઇ અમરસિંગભાઇ નાયક ઉ.વ.૨૫ ધંધો.મજુરી રહે.આમલીપાણીછોત્રા ગામ, છોતરા ફળીયુ તા.દેવગઢબારીયા જી.દાહોદ
ડિટેક્ટ થયેલ ગુનાની વિગત;-
(૧) સોનગઢ પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૪૨૬૦૮૨૦/ ૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ કલક-३३५(४) તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ ૨૦૦૦ ની કલમ-૬૬(સી), ૬૬(ડી) મુજબ.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત.
1) શ્રી ડી.વી. ઢોલા, પોલીસ ઈન્સ્પેક્ટર, સોનગઢ પોલીસ સ્ટેશન
2) એ.એસ.આઇ. માર્મિકભાઇ હરેશભાઇ સોનગઢ પોલીસ સ્ટેશન
3) એ.એસ.આઇ. દાઉદભાઇ દેવીદાસભાઇ સોનગઢ પોલીસ સ્ટેશન
4) અ.હે.કો. દશરથભાઈ ભુપતભાઈ સોનગઢ પોલીસ સ્ટેશન.
5) અ.પો.કો. રાજુભાઈ ઝીણાભાઈ સોનગઢ પોલીસ સ્ટેશન.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
