વસ્તી ગણતરી-૨૭ : ઓનલાઇન ‘સ્વ-ગણતરી’ માટે ગણતરીના દિવસો બાકી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૫ :- ભારત સરકારના વસ્તી ગણતરી-૨૦૨૭ અભિયાન અંતર્ગત ઓનલાઇન ‘સ્વ-ગણતરી’ કરવાની મુદત ટૂંક સમયમાં પૂર્ણ થઈ રહી છે. તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને સમયમર્યાદામાં પોતાના પરિવારની વિગતો ઓનલાઇન સબમિટ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
નાગરિકો ઘરે બેઠા સરળતાથી https://se.census.gov.in પોર્ટલ પર જઈને વિગતો ભરી શકે છે. ઓનલાઇન પ્રક્રિયા અંગે કોઈ પણ મૂંઝવણ કે તકનીકી સહાય માટે સત્તાવાર ટોલ ફ્રી નંબર ૧૮૫૫ પર સંપર્ક કરી શકાશે.
રાષ્ટ્રના વિકાસ અને ભવિષ્યની જનકલ્યાણકારી યોજનાઓના સચોટ આયોજન માટે આ આંકડા અત્યંત મહત્વપૂર્ણ છે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
